Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ વતીયખંડ અર્થ–નીચગેત્ર અને ઉચ્ચત્ર કર્મને બંધ અનુક્રમે બીજા અને દશમા ગુણસ્થાન પર્વત, ઉદય પાંચમાં અને ચૌદમાં પર્યત અને સત્તા સર્વે ગુણસ્થાનકમાં હોય છે.
ટીકાન-બીજા ગુણસ્થાનક પર્યત નીચત્રકર્મને અને દશમ ગુણસ્થાનક પર્યત ઉચ્ચગેત્ર કર્મને બંધ હેાય છે. તથા પાંચમા ગુણસ્થાન પર્યત નચત્ર કર્મને અને ચૌદમાં ગુણસ્થાન પર્યત ઉચ્ચગેત્રકમને ઉદય હોય છે. તાત્પર્ય એ કે-નીચત્રકર્મને બંધ સાસ્વાદન ગુણસ્થાનક પર્યત અને ઉદય દેશવિરતિ ગુણસ્થાનક પર્યત હોય છે. તથા ઉચ્ચગોત્ર કર્મને બંધ સૂફમપરાય પર્યત અને ઉદય અગિકેવલી ગુણસ્થાનક પર્યત હોય છે. અને બંને નેત્રકર્મની સત્તા ચૌદ ગુણસ્થાનકમાં હોય છે. ૧૫
આ પ્રમાણે ગોત્ર કર્મના બંધ આદિ કહી તેને જેટલા સંવેધ ભાંગા થાય છે
તે બતાવે છે.
बंधइ ऊइण्णयं चिय इयरं वा दोवि संत चउ भंगा। नीएसु तिसुवि पढमो अबंघगे दोण्णि उच्चुदए ॥१६॥
बघ्नात्युदीण चैव इतरद्वा द्वे अपि सती चत्वारो भङ्गाः ।
नीचैर्गोगेषु त्रिष्वपि प्रथमः अबन्धके द्वौ उच्चैर्गोत्रोदये ॥१६॥ . અર્થ_ઉદય પ્રાપ્ત ગાત્રકર્મ બાંધે કે ઈતર બાંધે અને બંને નેત્ર સત્તામાં હોય તેના ચાર ભાંગા થાય, ત્રણેમાં નીચગેત્ર હોય તેને પહેલે ભાંગે, અને અબંધકને ઉચ્ચગેત્રના ઉદયે બે ભાંગા થાય, આ પ્રમાણે સાત ભાંગા થાય છે.
ટીકાનુ -ઉદય પ્રાપ્ત ઉચ્ચગેત્ર હોય કે નીચગોત્ર, અને જે ઉદયપ્રાપ્ત હોય તેજ બાંધે કે ઈતર-ઉદય પ્રાપ્ત ન હોય તે બાંધે–આ બધામાં સત્તા ઉચ્ચગવ્ય, નીચગોત્ર બંનેની હોય તેના ચાર ભાંગા થાય છે, અને તે બીજે, ત્રીજ, ચેાથે અને પાંચમે જાણવા. તથા બંધ, ઉદય અને સત્તા એ ત્રણે સ્થાનમાં નીચગેત્ર હોય ત્યારે તેને પહેલે ભંગ થાય છે. તથા ગોત્રકર્મને બંધવિચછેદ થયા બાદ ઉપશાંત મહાદિ ગુણઠાણે ઉચ્ચગેત્રના ઉદયે બે ભાંગા થાય છે, કુલ સાત ભાંગા થાય છે. તે આ પ્રમાણે કહેવા
૧ નીચગેત્રને બંધ, નીચગોત્રને ઉદય, નીચગોત્રની સત્તા-આ વિકલ્પ ઉચ્ચગેત્ર ઉવેલાયા બાદ તેઉકાય-વાઉકાયમાં અને તે ભવમાંથી નીકળી બીજા ભવમાં ઉત્પન્ન થયેલા શેષ તિય એમાં પણ શેડે (અંતર્મુહૂર્ત) કાળ હોય છે. ૨ નીચગેત્રને બંધ નીચગેત્રને ઉદય, ઉચ્ચ નીચગેત્રની સત્તા ૩ નીચગાત્રને બંધ, ઉગોત્રને ઉદય, ઉચ્ચ-નીચત્રની સત્તા, આ બે વિકલ્પ મિથ્યાદષ્ટિ અને સાસ્વાદને હોય છે. મિશ્ર આદિ ગુણઠાણે હતા નથી. કેમકે ત્યાં નીચગેત્રને બંધ થતું નથી.
રસ -