Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
રાજાને આ પ્રમાણે પૂતળાની માફક સ્ત'ભિત અને વિચારમગ્ન બની ગયેલ જાણી સુજ્ઞ સુમતિ મત્રી વસ્તુસ્થિતિ પારખી ગયા, પણ આ સમધમાં વચલા માર્ગ કાઢવા સિવાય છૂટકે ન હતા. તેણે તરત જ પેાતાના અશ્વ રાજહસ્તી સન્મુખ ખડા કર્યા અને રાજવીને નમ્ર વાણીમાં કહ્યુ કે–“ રાજન્! આ રચવાડીના હે દાયક પ્રસંગે આપને વચ્ચે આટલી બધી ઢીલ શા માટે કરવી પડે છે ? વિષાદનુ કાઇ કારણ નથી. ઉદ્યાનમાં દાસદાસીએ વિધવિધ સામગ્રી સાથે ઉપસ્થિત થયેલ છે અને આપનુ 'તઃપુર પણ કયારનુંય ત્યાં રાહ જોઇ રહ્યું છે, માટે આપ હસ્તિને આગળ ચલાવવાની આજ્ઞા આપે. આપની આ જાતની વતણુકથી પ્રજામાં શકાની લાગણી ફેલાશે, માટે આપ વનક્રીડાથે પધારો. ચેાગ્ય સમયે આપનુ` ઇચ્છિત કાર્ય પાર પડી જશે.” મત્રીના આ વચના અત્યારે રાજવીને શૂળની માફક શલ્યરૂપ લાગ્યા, પરં'તુ અવસરને ઓળખી જઇ તેણે મહાવતને હાથી ચલાવવા આજ્ઞા આપી. રાજા આગળ ચાલ્યું તા ખરા પણ તેનું હૃદય તા પાછળ વનમાળા પાસે જ રહ્યું હતું.
p
ઉદ્યાનમાં આવી પહોંચવા માદ રાજાને ખુશી કરવા ચિત્રવિચિત્ર ક્રીડાએ કરવામાં આવી પણ શૂન્યમનસ્ક બનેલ સુમુખને કશે પણ આનદ ન ઉપજ્યું. તેને પુષ્પના પ્રહારો અગ્નિ સરખા સંતાપ કરવા લાગ્યા, જળક્રીડા હિમ સરખી કષ્ટદાયી થઈ પડી, મિષ્ટ ભેાજનસામગ્રી તેને ઝેર જેવી લાગી, સુગંધી જળ-પાન તેને દાહ ઉપજાવવા લાગ્યુ. જેમ જડ પદાર્થ યંત્રની મદદથી કાર્ય કરે તેમ રાજા પણ અત્યારે યંત્રવત્ દરેક કાર્યોમાં ભાગ લેતા હતા પણ તેનું મન તે વનમાળાના ચિ'તનમાં જ રક્ત હતુ. રાણીઓએ પણ રાજાના ક્ષુબ્ધ ચિત્તના રંજન માટે વિધવિધ પ્રયાસા કર્યાં, પરંતુ રાજાને લેશ માત્ર પણ પ્રમાદ થયે નહિ. વિચક્ષણ મ`ત્રી આ સવ વસ્તુ યથાર્થ જાણી ચૂકચે હતા એટલે તેણે પ્રસ’ગ જોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com