Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
પુષ્પધવાની પીડા ]
પુરની પટરાણીઓ તેની આગળ તેને તુચ્છ ભાસવા લાગી. તેના હૃદયમાં તેના પ્રત્યે અનુરાગ ઉપજો અને કામદેવે ધીમે ધીમે તેના પર પિતાને પ્રભાવ અજમાવવા માંડ્યો. કામદેવની રીતિ-નીતિ એવી છે કે
એક વખત પિતાના સપાટામાં કઈ સપડાયે કે પછી તેને વિશેષ ને વિશેષ ઝકડવા માટે તે પોતાના સમગ્ર શસ્ત્રોને ઉપયોગ કરે શરૂ કરી દે છે. રાજા પિતાની સ્થિતિનું તેમજ સ્થાનનું ભાન ભૂલી ગયો અને વનમાળા જાણે દેવકમાંથી ઉતરી આવી હોય અગર તે નાગલોકમાંથી પાતાળકન્યા આવી પહોંચી હોય તેમ જણાયું. તેને લાગ્યું કે વિધાતાએ વનમાળા મારા જેવા શૂરવીર રાજવી માટે જ સછ છે, તે મારે તેને અવશ્ય મારી પટ્ટરાણી બનાવવી. આવા વિચાર-તરંગે ચઢેલ રાજાએ મહાવતને ગજ ઊભે રાખવા આજ્ઞા ફરમાવી અને જાણે વનમાળાના નયન-બાણથી વીંધાયો હેય-ઘાયલ થઈ ગયા હોય તેમ ત્યાંથી એક ડગલું પણ આગળ વધી શક નહીં. તેના પ્રત્યેક અવયવોનું તે નિર્નિમેષ નયને અવલોકન કરવા લાગે. ધીમે ધીમે તેની કામવિહવળતા વધતી ગઈ અને રાજવીની આ સ્થિતિ નીરખી સમગ્ર રાજસ્થારી પણ પત્થર સદશ થંભી ગઈ
બીજી બાજુ કુદરતી સંયોગાનુસાર વનમાળા પણ સુમુખ નૃપ પ્રત્યે આકર્ષાઈ. રાજાની કામવિહવળ સ્થિતિ અને મને દશા પારખી જઈ યૌવનવતી વનમાળાએ પણ પ્રસંગને લાભ લેવાને નિશ્ચય કર્યો. સ્ત્રી જાતિને ચપળા કહેવામાં આવે છે તે તેની આવી જાતની વિચારસરણીને અંગે જ. કામ પણ એવી વસ્તુ છે કેતે પિતાને વશ પડેલા પ્રાણીઓને સારાસારનું ભાન ભૂલાવે છે. વનમાળા અને સુમુખનું તારામૈત્રક થયું અને બંને જાણે દૂરથી જ એક બીજાના હૃદય પરસ્પર અર્પણ કરતાં હોય તેમ સ્તબ્ધ બની જઈ વનમાળા પિતાનું પાણી ભરવા જવાનું કાય ભૂલી ગઈ, રાજવી પિતાની રવાડી ભૂલી ગયે. એક કવિએ ખરેખર સાચું જ કહ્યું છે કે
નયન નયનકી આરસી, નયન નયનકે હેત; નયન નનકે નયનમેં, નયન નયન દેત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com