Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
સુમુખ રાજવી જેમ શૂરવીર હતા તેમ સાથેાસાથ ક્રીડાકૌતુકી અને કુદરતપ્રેમી હતા. સ્વમનરજનાથે તે વારવાર ઉદ્યાનક્રીડા આદિ મહાત્સવા ચેાજતા અને તેમાં પૌરજના પણ પૂ ઉલ્લાસથી ભાગ લેતા.
એકદા સ ઋતુમાં શિરામણ વસ ંતઋતુ આવી પહેાંચતા વસતાત્સવ ઊજવવા માટે રાજાએ આજ્ઞા કરી. જાણે રાજાના સત્કાર કરવાને જડાય તેમ ઉદ્યાન પણ નૂતન પત્ર-પુષ્પથી વિકસિત અને પ્રફુલ્લિત બન્યું હતું. રાજસાહિબી સાથે રાજવીએ ગજારૂઢ થઈ પેાતાના પુષ્કળ પરિવાર સાથે ઉદ્યાન તરફ પ્રયાણ કર્યું, રાજમાગ પરથી પસાર થઈ પ્રજાજનાનાં પ્રણિપાતને સ્વીકારતા રાજહસ્તી મઢગતિએ જઈ રહ્યો છે તેવામાં એકાએક જેમ વીજળીના ચમકારથી સમગ્ર ગગનમંડળ વ્યાસ થઈ જાય તેમ સમગ્ર રાજસ્વારી અચાનક સ્થભિત બની ગઇ.
વિશાળ રાજમાને એક ખૂણે વીરવીંદ નામના વણકરનુ ઝુપડું' આવેલ હતુ. વીરકુંવીંઢને વનમાળા નામની અપ્સરા તુલ્ય પત્ની હતી. બંને જણા સંતેાષથી આજીવિકા ચલાવી સુખમય રીતે સંસારી જીવન પસાર કરતા હતા. વીરકુંવીદ સામાન્ય સ્થિતિને માણુસ હતા. વનમાળા તેની જ્ઞાતિની જ સ્ત્રી હતી પરન્તુ અને વચ્ચે આકાશ પાતાળ જેટલુ અંતર હતું. વનમાળા સાથેના તેના સબધથી એમ કહેવાતું કે ‘કાગડાની કોટે રત્ન આંધવામાં આવ્યું છે” પણ કમના અખાધિત નિયમને અનુસર્યા સિવાય કાઇને ચાલતું નથી.
જ્યારે રાજા મુમુખ રાજમાર્ગેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે વનમાળા પાણી ભરવા નિમિત્તે પાતાની ઝુંપડીમાંથી બહાર નીકળી અને રાજસ્વારી જોવા લાગી. અચાનક રાજાની દ્રષ્ટિ તેના પર પડી અને તેના વિકસિત કમળ જેવા લેાચન, ચંદ્ર સરખું ઉજ્જવળ સુખ અને સુરેખ તેમજ ઘાટીલા સુંદર ગાત્રા જોઈ રાજા તેના તરફ આકર્ષાયા. રાજાને વનમાળા આ ભૂલેાકમાં અપ્સરા તુલ્ય માલૂમ પડી અને તે હલકા કુળની હેાવા છતાં અંતઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com