Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
| ૧૮ }
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ એવું સાંભળી તેમની સાથે વાદ કરવા તૈયાર થયો. તે ગૌશાળાને ઉત્તર પ્રત્યુત્તર વડે આક્કઋષિએ હરાવ્યો. તે વાદનો વૃત્તાંત ‘સૂયગડાંગ’ સૂત્રથી જાણવો.* ગ્રંથ વિસ્તારના ભયથી અહીં લખ્યો નથી. ત્યાંથી આગળ જાય છે. ત્યાં રાજગૃહીની પાસે હસ્તિ તાપસીનો આશ્રમ આવ્યો. તેઓ મોટા હાથીને મારી તેનાં આહાર વડે ઘણાં દિવસો પસાર કરે છે.
“ઘણાં બીજવિ. જીવો મારવાથી શું ? તેનાં કરતા એક હાથી મારવો સારો.' એમ તેઓ કહે છે. પોતાનાં તે આશ્રમમાં તેઓ વનમાંથી એક મોટો હાથી બાંધીને લાવ્યા. અને તે ઘણાં ભારવાળી સાંકળથી બંધાયેલ અને મોટી લોઢાની અર્ગલાઓ વડે પકડાયેલો ત્યાં રહેલો હતો. પણ જ્યારે તે સ્થાને મહર્ષિ આવ્યા ત્યારે તે હાથી ઉત્પન્ન થયેલાં વિશિષ્ટ વિવેકનાં કારણે પાંચસો રાજપુત્રથી પરિવરેલા ઘાણાં માણસોથી વંદન કરાતા એવા મહર્ષિ ભગવાનને દેખી “હું પણ વંદન કરું” એમ જ્યારે મનમાં સંકલ્પ કરે છે, ત્યારે ત્યાં તો ભગવાનના પ્રભાવથી તેની સાંકળ અને અર્ગલા (આગળો) ટૂટી ગઈ. અને મુકત થયેલો એ હાથી ‘વંદન કરવા માટે પ્રવૃત્ત થયો’ ‘આ હાથીએ મહર્ષિ માર્યા સમજો” એમ બોલતા લોકો નાઠા.” તે હાથી પણ કુંભસ્થલ નમાવી સાધુ ભગવંતના ચરણે પડ્યો. અને સાધુને અનિમેષ નયને નીરખતો વનમાં ગયો. સાધુના અતિશયને સહન નહિં કરનારાં તે તાપસી આમપંથી (ઈર્ષાથી)
૧ ગોશાળા-તારા ધર્માચાર્ય પહેલાં મારી જોડે હતા ત્યારે એકાકી મૌની હતા. અત્યારે દેશનાથી લોકોને ઠગીને સાધુ દેવ વિ. થી પરિવરેલા કેમ રહે છે ?
આદ્રકમુનિ :- પૂર્વે છvસ્થ હતા અત્યારે સર્વજ્ઞ છે માટે |
હસ્તિ તાપસી - કલુષિત ભાવ ન હોય તો માણસનું માંસ ખાવામાં પણ વાંધો નથી.
આર્દકમુનિ - સંયમીને સમજ્ઞાન પૂર્વક ક્રિયા કરવી જોઈએ. બ્રાહ્મણ - સ્નાતક બ્રાહ્મણોને દરરોજ જમાડવા જોઈએ.
આદ્રકમુનિ - તેઓ ગૃદ્ધિથી અને દુષ્ટભોજન કરતા હોવાથી તેમને આપવામાં ધર્મ નથી.
એકદષ્ઠિ- પ્રકૃતિથી બધું થાય છે આત્મા સદાનિર્વિકારી રહે છે ?
આર્કિકમુનિ - એકાન્તનિર્વિકારી રહેતાં ચાર ગતિમાં ભ્રમણ સંભવી ન શકે. એમ આત્મા સિવાય બીજું કશું જ નથી. એવું માનવામાં સંસાર સંભવી શકતો નથી. (૩૮૯ થી ૪૦૩-સૂયગડાંગ સુત્ર) (દ્વિતીય સ્કંધ)