Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૧૭.
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ભમવાનું છે.
ધર્મદાસ ગણિએ ઉપદેશમાળામાં કહ્યું છે કે - જેઓ જિનવચનને જાણતાં નથી. તે જીવલોકમાં ચિંતા કરવા યોગ્ય છે. અને જેઓ જાણીને
કરતાં નથી. તે અતિ અતિ ચિંતા કરવા લાયક છે. અથવા ભૂતકાળનાં વિષયમાં • ઘણો સંતાપ કરવા વડે શું ? અત્યારે પણ સુંદર ભાવપૂર્વક તપસંયમ થી આત્માને ઉદ્યોતિત કરું.
દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે... જેઓને તપસંયમ ક્ષાન્તિ અને બ્રહ્મચર્ય પ્રિય હોય; તેઓએ પાછળથી પણ દીક્ષા લીધી હોય તો પણ શીધ્ર દેવ વિમાનમાં જાય છે. ત્યારપછી સવારે પ્રિયતમાને કહીને શ્રમણ લિંગ સ્વીકારી ગિરિગુહામાંથી જેમ સિંહ નીકળે તેમ ઘરમાંથી નીકળી ગયો. રાજગૃહી તરફ ચાલ્યો. રસ્તામાં જે તેનાં રક્ષણ માટે પાંચસો સામંત પિતાએ રાખ્યા હતા; તેઓને વચ્ચે જંગલમાં ચોરી વડે વૃત્તિ ચલાવતાં દેખ્યા; અને ઓળખ્યા. તેઓએ પણ તેને ઓળખ્યો. અને તેનાં ચરણોમાં પડ્યા. સાધુએ પૂછયુ ભો ! આ નિંદનીય જીવીકા તમે કેમ શરૂ કરી ? તેઓ કહ્યું હે સ્વામી ! જ્યારે તમો ઠગીને ભાગી ગયા, ત્યારે અમો તમારી તપાસ કરતાં કરતાં અહિં સુધી આવ્યા પણ તમારી જાણ પડી નહિં. ત્યારે નહિં કરેલાં પૂર્ણ કાર્યવાળા અમે રાજાને મુખ કેવી રીતે દેખાડીયે એમ લજા અને ભયથી રાજા પાસે ન ગયા. નિર્વાહ ન થતાં આવી આજીવિકાથી જીવીએ છીએ. ત્યારે સાધુ ભગવાને કહ્યું..
ભો મહાનુભાવો ! ધર્મમાં જ યત્ન કરવો જોઈએ. કેમકે સંસાર સાગરમાં ડુબેલાએ મનુષ્યપણું પ્રાપ્ત કરી સકલ ઈચ્છાને પૂર્ણ કરનાર એવી ધર્મવિધિમાં યત્ન કરવો પણ પ્રમાદ ન કરવો. કહ્યું છે કે.. જગતમાં પ્રાણિઓને સંપત્તિ પ્રાપ્ત ન થઈ. વિપત્તિ દૂર ન થઈ. આધિ વ્યાધિનો વિરહ ન થયો. સર્વગુણથી શોભિત શરીર ન મલ્યું. સ્વર્ગની પ્રાપ્તિ ન થઈ. અને સર્વભય વગરનું એવું મોક્ષસુખ ન મેળવ્યું. તે સર્વેમાં કલ્યાણ પરંપરાનો નાશ કરનાર દુષ્ટ પ્રમાદ જ હેતુરૂપ છે. માટે આ પ્રમાદને છોડી ધર્મમાં ઉદ્યમ કરો.
ત્યારે તેઓએ હાથ જોડી વિનંતિ કરી કે હે ભગવાન! જો અમો યોગ્ય હોઈએ તો અમને પણ દીક્ષા આપી દો.
સાધુ ભગવંત બોલ્યા- લો દીક્ષા ગ્રહણ કરો. તેઓ પણ તહરિ' કહી સાથે ચાલ્યા. ભગવાન્ આર્કષિ પણ રાજગૃહી પાસે આવ્યા. ત્યારે ગૌશાળાએ પ્રત્યેકબુદ્ધ આર્ટેકષિ ભગવાનને વંદન કરવા આવી રહ્યા છે;