Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૫ અન્ય કુમારોને વર્યા. શ્રીમતીએ કહ્યું “મારા વડે આ ભટ્ટારક વરાયો.” તેનાં વચન પછી તરત જ “આ બાલિકા વડે સારો વર પસંદ કરાયો છે.” બે વાર એમ આકાશવાણી કરતાં દેવતાએ રત્નાવૃષ્ટિ કરી. ત્યાર પછી આકાશવાણી સાંભળીને ઉઠેલી તેણી- શ્રીમતી તેનાં-મુનિના પગમાં પડી. આ અનુકૂલ ઉપસર્ગ છે. એમ જાણી જલ્દી જલ્દી સાધુ અન્ય ઠેકાણે ગયા. રત્નાવૃષ્ટિ થયેલી સાંભળી નગરજનો સાથે રાજા ત્યાં આવ્યો; પછી રાજાએ તે રત્નવૃષ્ટિ લેવાનો આરંભ કર્યો. દેવતાએ લબકારા મારતી ફેણ ના આટોપ (આડંબર) થી ભયંકર સર્પ વિ. ઉભા કરીને વાર્યો અને કહ્યું મારા વડે આ બાલિકાના વર માટે આ અપાયું છે. તેથી શ્રીમતીના પિતાએ ઘન રક્ષણ કર્યું. અને નગરમાં પ્રવેશ્યા શ્રીમતીને પરણશે તેને રત્નો મળશે. તેવું સાંભળી તેણીને વરનારાઓ આવવા લાગ્યા. શ્રીમતીએ પિતાને પૂછયું આ બધા શા માટે આવે છે ? શેઠે કહ્યું હે પુત્રી! તારું માંગણું કરનારાં આવે છે. તે બોલી હે તાત ! નીતિશાસ્ત્રમાં પણ કન્યાને બીજી વાર આપવાનો નિષેધ છે.
કહ્યું છે કે...
રાજાઓ એક વખત બોલે છે, સાધુ એક વખત બોલે છે, કન્યા એકવાર અપાય છે. આ ત્રણે એક એક વાર જ થાય છે.” !
તમારા વડે પણ હું અપાઈ ગઈ છું. જેનું ધન તમે ગ્રહણ કરી રહ્યા રહેલા છો; વળી દેવતાએ પણ અનમોધું છે. તેથી હું અન્યને કેવી રીતે વરું ? તેજ મારો પતિ છે. શેઠે કહ્યું તે કેવી રીતે ઓળખાય ?
તે બોલી આકાશવાણી પછી ઉભી થયેલી હું તેમના પગમાં પડી ત્યારે તેમનાં જમણાં પગમાં આવું લાંછન મેં જોયું હતું. તેનાથી તે ઓળખાઈ જશે. ત્યારે શેઠે આજ્ઞા આપી કે જો એમ હોય તો હે પુત્રી ! તું સર્વ ભિક્ષાચરોને ભિક્ષા આપ. કદાચિત તે આવશે. આ બાજુ ભવિતવ્યતાના યોગે દિશાથી મુગ્ધ થયેલાં તે આકમુનિ બારમે વર્ષે ત્યાં આવ્યા. શ્રીમતીએ ઓળખી લીધા. અને કહેવાનું શરુ કર્યું.
હા નાથ ! હા ગુણના ભંડાર ! મારા હૃદયનો આનંદ; આટલો કાળ દીનદુઃખી અનાથ એવી મને મૂકી ક્યાં રહ્યા હતા ? ૧૭ )
જ્યારથી માંડી મેં સ્વેચ્છાથી તમને વર્યા ત્યારથી માંડી મારા હૃદયમાં અન્યને અવકાશ નથી.
અત્યારે મારા પુણ્ય બલવાન લાગે છે. જેથી તમે આવ્યા છો. તેથી