________________
|
5
5
*
5
*
*
5
5
5
5
મુકિતબીજ આસ્થા : શ્રદ્ધ, સમકિતદશા પ્રાપ્ત થવામાં બાહ્ય નિમિત્ત પરમાત્મા છે. - જેમણે આત્મા પ્રગટપણે જાણ્યો છે, અનુભવ્યો છે તે આમપુરુષો જ શ્રદ્ધા કરવા __| યોગ્ય છે. તેમના પ્રરૂપેલા માર્ગે ચાલવાથી આ આત્માનું કલ્યાણ છે તેવો દ્રઢ
નિશ્ચય તે શ્રદ્ધા છે. - સદ્ગરના યોગે તત્ત્વનો યથાતથ્ય બોધ થયે સાચી શ્રદ્ધા ઊપજે છે. દરેક તત્ત્વને તેના સ્વરુપે જાણવાથી જીવને વિહ્વળતા થતી નથી, પણ તત્ત્વરુપ શ્રદ્ધા રહે છે. આમ, આપ્તપુરુષના વચનબોધમાં દ્રઢ શ્રદ્ધા છે કે આસ્થા છે. | અનુકંપા : સંસારમાં આધિ, વ્યાધિ ને ઉપાધિથી તપ્ત જીવોને તેમનાં દુ:ખો દૂર F\ કરવામાં સહાયક થવાની ભાવના તે અનુકંપા છે. દરેક આત્માને પોતાના આત્મા
સમાન જાણવાથી અનુકંપાનો ગુણ વિકસે છે. તે ગુણ જયારે ચરમસીમાએ પહોંચે છે ત્યારે તે કરુણાનું સ્વરૂપ ધારણ કરે છે. એવો આત્મા સ્વરૂપનું કલ્યાણ
સહજભાવે થાય તેમ વર્તે છે. તે સવિશેષણપણે પરમાર્થમાર્ગનો અધિકારી થાય છે. | _| સમગ્રદશાના આવા ગુણો પ્રગટવાથી આત્માની જીવનદ્રષ્ટિ વિશાળ બને * છે. તેની દ્રષ્ટિ પશુપક્ષીની જેમ પોતાનું કે પોતાના પરિવારના જીવનનિર્વાહ કે | કરવા જેટલી મર્યાદિત દ્રષ્ટિ નથી હોતી, પણ સર્વ જીવો પ્રત્યે સમદ્રષ્ટિ રહે છે.
બહારથી ગૃહસ્થ દાન દયાદિના કાર્યો કરે છે, અને અંતરમાં આત્મભાવે | સૌનું શ્રેય ચાહે છે. આત્માના આ ગુણો તેના અંતરંગને પ્રગટ કરે છે. આ
લક્ષણોની સાથે સાથે બીજા ઘણા સહાયક ગુણોનો વિકાસ થાય છે. આવો જીવ Fી મોક્ષ માર્ગમાં ત્વરાથી આગળ વધે છે.
સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી, મિથ્થામતિ અપરાધણ જાણી, ઘરથી બહાર કાઢી હો મલ્લિજિન ! એ અબ શોભા સારી
શ્રી આનંદઘનજી કૃત સ્તવન. સમ્યગદર્શનનાં આઠ અંગ : લક્ષણો 'निसंकिअ निक्करिवअ निवितिगिच्छा अमूढदिट्ठिअ : उववुहथिरि-करणे वच्छल्लपभावणे अट्ठ.'
5
fi
5
5
5
5
5
G
5
F
5
E
5 P5|
૫
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org