________________
કા |
546
낚
946
낚
946
5
946
낚
546
ક
546
ste
sto
Sto
મુક્તિબીજ આ ગુણસ્થાનકે આવેલા આત્માને સંસારની બધી જ ચેષ્ટા (સ્ત્રી-પુત્રાદિ Fઅને ધન-ગૃહાદિના વ્યવહારો) બાળકોએ બનાવેલાં રેતીનાં ઘરો જેવી !
અસ્થિર-ચંચળ અને અસાર લાગે છે. શ્રુતજ્ઞાનના બળથી સંસારિક બાહ્યભાવો ઝઝવાના જળ જેવાં કલ્પિતસુખાભાસ માત્ર લાગે છે. અંદરથી ભોગસુખથી
અલિપ્ત રહે છે. ચિત્ત તદ્દન ન્યારુ વર્તે છે. આત્મપરિણતિ વધારે આત્માભિમુખ | બનતી જાય છે. આત્મભાવમાં વધારે સ્થિર બને છે. આથી પાંચમી સ્થિરાદ્રષ્ટિ પ્રગટ થાય છે.
પૂજય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજજીએ યોગદ્રષ્ટિસમુચ્ચયમાં કહેલ છે કે :
આ ગુણઠાણે વર્તતા જીવો જિનેશ્વર પ્રભુના શાસન પ્રત્યે અનુપમ પ્રીતિ ધરાવતા હોવાથી ભોગોની વિરતિ એ જ આદરણીય છે. એમ જાણવા છતાં તેને આદરી શકતા નથી અને તેથી જ પાળી પણ શકતા નથી. તેથી ચોથું ગુણઠાણું અર્થાત અવિરતિ કહેવાય છે. વિરતિને જાણવા - આદરવા અને પાળવાના આઠ ભાંગા થાય છે. તે આ પ્રમાણે છે.
(૧) ન જાણે, ન આદરે, ન પાળે, એકેન્દ્રિયાદિ જીવો. (૨) ન જાણે, ન આદરે, પાળે, તાપસો, (૩) ન જાણે, આદરે, ન પાળે અગીતાર્થ પાર્થસ્થ મુનિઓ (૪) ન જાણે, આદર, પાળે વિનયરત્નાદિ મુનિઓ (૫) જાણે, ન આદરે, ન પાળે, અનુત્તરાદિ દેવો (૬) જાણે, ન આદરે, પાળે નારદમુનિ વિગેરે (9) જાણે, આદરે, ન પાળે ગીતાર્થ પાર્થસ્થમુનિઓ (૮) જાણે, આદર, પાળે ગીતાર્થ સંવેગપાક્ષિક મુનિઓ.
આ આઠ ભાંગા પૈકી પ્રથમના ચાર ભાગમાં વર્તનારા જીવો અજ્ઞાની | હોવાથી વ્રતો લે તો પણ, પાળે તો પણ, મિથ્યાદ્રષ્ટિ કહેવાય છે. સર્વ 8િ | વિનાનું જ્ઞાન જેમ અજ્ઞાન કહેવાય છે તેમ સમ્યત્ત્વ વિનાની વિરતિ પણ છે * અવિરત જ કહેવાય છે. પાંચમે ભાગે વર્તનારા જીવો અવિરતિ સમ્યગદ્રષ્ટિ | | ગણાય છે. છઠું સાતમે ભાગે વર્તનારા જીવો પણ અવિરત સમ્યગદ્રષ્ટિ કહેવાય છે. આઠમે ભાગે વર્તનારા જીવો દેશવિરતિ અને સર્વવિરતિ કહેવાય છે.
S46
S46
Glo
H
E
S40
F
S40
H
S40
S40
Sto
I SHE
૧૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org