________________
.
*6
5
5
4
5
5
5
5
5
5
5
H
G
5
F
56
E
મુક્તિબીજ, સાત તત્વોમાં જીવ અને અજીવનો જે સંયોગ છે તે સંસાર છે તથા આશ્રવ અને બંધ એનાં કારણ છે. જીવ અને અજીવના જે વિયોગ - પૃથ>
ભાવ છે તે મોક્ષ છે તથા સંવર અને નિર્જરા એનાં કારણ છે. જે પ્રકારે રોગી * મનુષ્યને રોગ, એનું કારણ, રોગમુક્તિ અને એનું કારણ ચારેને જાણવું આવશ્યક | છે એ જ પ્રકારે આ જીવ ને સંસાર, એનું કારણ, એમાંથી મુક્તિ અને એનું કારણ ચારેને જાણવું આવશ્યક છે.
કરણાનુયોગમાં, મિથ્યાત્વ, સમ્યમિથ્યાત્વ, સમ્યકત્વ પ્રકૃતિ અને અનન્તાનુબંઘી ઘ-માન-માયા-લોભ આ સાત પ્રકૃતિઓને ઉપશમ, યોપમ અથવા ક્ષયથી થવાવાળા શ્રદ્ધાગુણની સ્વાભાવિક પરિણતિને સમ્યગ્દર્શન કહે છે. કરુણાનુયોગના આ સમ્યગ્દર્શનના થવા ઉપર ચરણાનુયોગ, પ્રથમાનુયોગ અને દ્રવ્યાનુયોગમાં પ્રતિપાદિત સમ્યગદર્શન નિયમથી થઈ જાય છે. પરંતુ બાકીના | અનુયોગોના સમ્યગ્દર્શન થવા ઉપર કરણાનુયોગ પ્રતિપાદિત સમ્યગ્દર્શન થાય પણ છે અને નથી પણ થતું.
મિથ્યાત્વ પ્રકૃતિના મધ્ય ભેદ અસંખ્યાત લોકપ્રમાણ હોય છે . એક મિથ્યાત્વપ્રકૃતિના ઉદયમાં સાતમી નરકના આયુષ્યનો બંધ પડે છે અને એક મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયમાં નવ ગ્રેવયકના આયુષ્યનો બંધ પડે છે. એક મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયમાં આ જીવની મુનિ હત્યાના ભાવ થાય છે . અને
એક મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયમાં સ્વયં મુનિવ્રત ધારણ કરી અઠ્ઠાવીસ મૂલગુણોનું નિર્દોષ પાલન કરે છે. એક મિથ્યાત્વના ઉદયમાં કૃષ્ણાલેશ્યા થાય છે અને એક - મિથ્યાત્વના ઉદયમાં શુક્લલેશ્યા થાય છે.
જે સમયે મિથ્યાત્વપ્રકૃતિનાં મંદ મંદતર ઉદય ચાલે છે તે સમયે આ | જીવને કરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ અનુસાર સમ્યગ્દર્શન થઈ જાય છે એવું લાગે છે, પરંતુ કરણાનુયોગ અનુસાર એ મિથ્યાદ્રષ્ટિ જ રહે છે. એક પણ પ્રકૃતિનો એને સંવર નથી થતો. બંધ અને મોક્ષના પ્રકરણમાં કરણાનુયોગનું | સમ્યગદર્શન જ અપેક્ષિત રહે છે, બીજા અનુયોગનું નહિ. જોકે કરણાનુયોગ ૪ _| પ્રતિપાદિત સમગ્રદર્શનનો મહિમા સર્વોપરિ છે. તેમ છતાં તેને પુરુષાર્થપૂર્વક કે. | બુદ્ધિપૂર્વક કરી શકાતો નથી. આ જીવનનો પુરૂષાર્થ ચરણાનુયોગ અને દવ્યાનુયોગમાં પ્રતિપાદિત સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરવાને માટે જ મુખ્ય હોય છે. | એટલે એ બુદ્ધિપૂર્વક પરમાર્થ દેવશાસ્ત્ર ગુરૂનું શરણ લે છે, એની શ્રદ્ધા કરે છે !”
૨૦૮
5
H
56
G
5
F
5 56
E
F
5
F
5
F
56
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org