________________
5
가
가
가
5
아
가
가
마음
મુક્તિબીજ તે નિપુણ મહાત્મા સમેતા ભાવના આનંદનો અનુભવ કરે છે શ્રી સદ્ગર | | કહે છે કે ભેદવિજ્ઞાન ચિદ્રુપના દર્શનને માટે અને અનાદિ કાળાના મહામોહ - - મિથ્યાત્વરુપિ અંધકારને દૂર કરવાને દીપક છે, માટે હે ભવ્ય જીવ :| તુ શીધ્ર મોહના બંધનને છેદી નાખ. સમજ્ય સ્વરૂપ જે તારો પોતાનો
સ્વભાવ છે તેને ગ્રહણ કર. શુદ્ધ આત્માનો અનુભવ કર, તે પછી આ દ્રવ્યકર્મ, || રાગાદિ કર્મ કે શરીરાદિના કર્મો તો પુદ્ગલનો સમુહ છે, તે તારાથી ભિન્ન છે, " તેનો તારી સાથે મેળ કેમ થશે?
તું ચૈતન્ય એ જડ તારો અને તેનો સંબંધ કેમ સંભવે ?
તે મૂર્તિક છે તું અમૂર્તિક તારો અને તેનો મેળ કેમ બેસે ? પાણી અને તેલનો સંયોગ થવા છતાં બંને ભિન્ન છે તેથી ભિન્ન રહે છે. એમ - ભેદવિજ્ઞાનપણે પ્રવર્તજે. || રાગ - મોહ - રૂપી મિથ્યાત્વની ગ્રંથિનો ભેદ કરી તેનાથી ભિન્ન એવું ક| સર્વ પામવું તે ભેદવિજ્ઞાન છે.
રાગદ્વેષ આદિ મોહના ભાવો છે. આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ તો શુદ્ધ ચેતનામય કહ્યો છે. કર્મરૂપ જે પુદ્ગલ દ્રવ્ય તે તો આત્માથી પ્રગટપણે ભિન્ન છે. તે બંનેનું એકત્વ કેવી રીતે માની શકાય ?
આવું ભેદવિજ્ઞાન જેના અંતરમાં રહ્યું છે, તે સુવિચક્ષણ આત્મા જેણે | ભેદવિજ્ઞાન દ્વારા આત્મસ્વરૂપની પરિણતિ અનુભવી છે, અને પરપુગલની ક પરિણતિ પોતાની માનવાની ભૂલ ભાંગી છે તે મુક્ત છે.
ભેદજ્ઞાનની ભાવના મિથ્યાત્વના ભાવોને મિથ્થારૂપ જાણ, પરભાવ - વિભાવ ને મિથ્થારૂપ | જાણ સમ્યજ્ઞાનના ભાવોને સમ્યકરૂપ જાણ કામ - તૃષ્ણા - કષાયના જોરને ક તોડી ઈદ્રિયવિષય ભોગના ભાવોનો નાશ કરી પરવસ્તુઓનાં સંગ, દેહાદિનું | | મમત્વ અને એકત્વનો ત્યાગ કર, નિજ શુદ્ધત્માની ભાવના કર.
પાપ - પુણ્ય એ બંને પૌદ્ગલિક કર્મના પરિણામો છે, એમ જાણી તે _| ભેદને જાણી લે, અને નિજ હિતના કાર્યમાં પ્રવૃત્ત થા. જેથી ભવાંત થાય.
મુક્તિની પ્રાપ્તિ થાય. હે મિત્ર, આટલું કાર્ય કરી નિશ્ચિત થા.
听听听听听听听听听听听 $5,55555
가
가
5
5
5
5
5 가도 가도
૨૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org