Book Title: Muktibij
Author(s): Sunandaben Vohra
Publisher: Satsang Mandal Detroit USA

View full book text
Previous | Next

Page 283
________________ s ક $ $ $ – મુકિતબીજ પ્રથમ પદ : આત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે, તેમ આત્મા ” ક પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, તેમ 8િ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા ! * હોવાનું પ્રમાણ છે. બીજું પદ : આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તી _ છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે * કરીને પદાર્થ છે; કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવયોગ્ય છે ખા થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે | '] અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમ કે જેની કોઈ સંયોગથી | ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ હોય નહીં ત્રીજું પદ : આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થષિા સંપન્ન છે. કંઈ ને | કંઈ પરિણામક્રિયાસહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને ઝિ _| વિરમું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત | (અનુભવમાં આવવાયોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. | ચોથું પદ : આત્મા ભોક્તા છે. જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ | છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો કે પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ !” ફળ થયા વિના રહેતું નથી, તેમ કપાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે. - પાંચમું પદ : મોક્ષપદ છે. જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું | | કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે, કેમકે પ્રત્યક્ષ કષાયાદિનું તીવપણું હોય પણ તેના | અભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય | છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ફીણ | ( ૨૫૮ $ $ $ $ $ 8 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290