Book Title: Muktibij
Author(s): Sunandaben Vohra
Publisher: Satsang Mandal Detroit USA

View full book text
Previous | Next

Page 278
________________ $ $ $ $ $ 4 $ F $ 5 $ 5 $ - મુક્તિબીજ | માર્ગાનુસારી હોય; એમ જિન કહે છે. [F અનંતાનુબંધી કોધ, માન, માયા અને લોભ સમન્દ્ર સિવાય ગયા સંભવે - નહીં એમ જે કહેવાય છે તે યથાર્થ છે. સંસારી પદાર્થોને વિશે જીવને તીવ્ર | સ્નેહ વિના એવાં ક્રોધ, માન, માયા અને લોભ હોય નહીં, કે જે કારણે તેને | અનંત સંસારનો અનુબંધ થાય. જે જીવને સંસારી પદાર્થો વિષે તીવ્ર સ્નેહ વર્તતો હોય તેને કોઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્કમાંથી કોઈ પણ ઉદય | થવા સંભવે છે, અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થોમાં હોય ત્યાં સુધી અવશ્ય પરમાર્થ-માર્ગવાળો જીવ તે ન હોય. પરમાર્થમાર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતાં જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુ:ખે, દુ:ખમાં કાયરપણું કદાપિ બીજા જીવોનું પણ સંભવે છે, પણ સંસારસુખની | | પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમવાપણું, નીરસપણે પરમાર્થમાર્ગી પુરુષને હોય છે. તેવું નીરસપણું જીવન પરમાર્થજ્ઞાને અથવા પરમાર્થજ્ઞાની પુરુષના નિશ્ચય "| થવું સંભવે છે, બીજા પ્રકારે થવું સંભવતું નથી. પરમાર્થશાને અપરમાર્થરૂપ ક એવો આ સંસાર જાણી પછી તે પ્રત્યે તીવ્ર એવો ક્રોધ, માન, માયા કે લોભ કોણ કરે ? કે ક્યાંથી થાય ? જે વસ્તુનું મહાભ્ય દ્રષ્ટિમાંથી ગયું તે વસ્તુને F\ અર્થે અત્યંત ક્લેશ થતો નથી. સંસારને વિષે ભ્રાંતિપણે જાણેલું સુખ તે *િ - પરમાર્થજ્ઞાને ભ્રાંતિ જ ભાસે છે, અને જેને ભ્રાંતિ ભાસી છે તેને પછી તેનું મહાત્મ શું લાગે એવી મહાત્મદ્રષ્ટિ પરમાર્થજ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવને પર હોય છે, તેનું કારણ પણ એ જ છે. કોઈ જ્ઞાનના આવરણને કારણે જીવને | વ્યવરછેદક જ્ઞાન થાય નહીં, તથાપિ સામાન્ય એવું જ્ઞાન જ્ઞાની પુરુષની શ્રદ્ધારૂપે Fી થાય છે. વડનાં બીજની પેઠે પરમાર્થ - વડનું બીજ એ છે. | તીવ્ર પરિણામે, ભવભયરહિતપણે જ્ઞાની પુરુષ કે સમ્યક્રુષ્ટિ જીવને ક્રોધ, માન, માયા કે લોભ હોય નહીં. જે સંસારઅર્થે અનુબંધ કરે છે, તે કરતાં પરમાર્થને નામે, ભ્રાંતિગત પરિણામે અસદ્દગુરુ દેવ, ધર્મને ભજે છે, તે જીવને _| ઘણું કરી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ થાય છે, કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી; માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજયા કરે, તે પરમાર્થજ્ઞાની એવા પુરુષપ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે, એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે, ” 5 $ 5 $ $ $ H $ F $ E $ F F , $ ( ૨૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290