________________
– મુક્તિબીજ
કહેવાય છે. તેમ અસંખ્યાત સમયોની એક આવલિકા થાય છે. અસત્કલ્પનાએ || ધારો કે ૨ સમયની એક આવલિકા ૫ીએ તો ૬ × ૨
=
૧૨ બાર સમયની
卐
છ આવલિકા કાળ થાય છે. ત્યારે અનંતાનુબંધીનો ઉદય આ ઉપશમ સમ્યક્ત્વને મલીન કરે છે. અતિચારો વાળુ કરે છે. શુદ્ધસમ્યક્ત્વમાંથી આત્માનું પતન થાય છે. તેથી તે કાળમાં (છ આવલિકાવાળા કાળમાં) મલીન સમ્યક્ત્વ થવાથી તે વખતના ગુણસ્થાનકને "સાસ્વાદન સમ્યગદ્રષ્ટિ" નામનું બીજું | ગુણસ્થાનક હેવાય છે.
5
卐
જેમ ખીર ખાતી વખતે પણ ખીરની મધુરતા અનુભવાય, અને કોઈ કારણસર વમન થાય તો પણ મધુરતા અનુભવાય, પરંતુ ખાતી વખતની | મધુરતા સ્વચ્છ અને શુદ્ધ હોય છે અને વમતી વખતે ગંદી અને અશુદ્ધ હોય છે. તેમ અંતરકરણની શુદ્ધભૂમિમાં અનંતાનુબંધીનો ઉદય ન હોવાથી શુદ્ધ હોય છે તે ચોથુ ગુણઠાણું કહેવાય છે. અને તે જ શુદ્ધ ભૂમિમાં છેલ્લી છ આવલિકાવાળો કાળ અનંતાનુબંધીના ઉદયવાળો થવાથી મલીન
સમ્યક્ત્વ
卐
5
5
E
5
થવાના કારણે વમેલી ખીર જેવો અશુદ્ધ કાળ છે. માટે "સાસ્વાદન સમ્યગદ્રષ્ટિ બીજુ ગુણસ્થાનક કહેવાય છે. સ + આસ્વાદન સાસ્વાદન સમ્યક્ત્વનો વમેલી ખીર જેવો માત્ર અશુદ્ધ આસ્વાદ જ છે જયાં તે સાસ્વાદન.
5卐
=
Jain Education International
ક
For Private & Personal Use Only
ક
પણ
ऊँ
આ બીજુ ગુણસ્થાનક ચોથે ગુણઠાણેથી પડતાં જ આવે છે અને તે ઉપશમસમ્યક્ત્વથી જ પડતાં આવે છે. ઓછામાં ઓછુ એક સમય અને વધુમાં વધુ છ આલિકા માત્ર જ ટકે છે. આ ગુણઠાણે આવેલા જીવો નિયમા મિથ્યાત્વે જ જાય છે. એક જીવને એક ભવમાં અથવા સંસારચક્રમાં જેટલીવાર ઉપશમસમ્યક્ત્વ પામી શકાય તેટલી વાર આ બીજુ સાસ્વાદન ગુણસ્થાનક → પામી શકાય છે. જીવ સંલિષ્ટપરિણામી જો બને તો તેવા જીવને મિથ્યાત્વમોહનીયકર્મ પુન: ઉદયમાં શરુ થાય છે અને તે જીવનું ચોથા ગુણઠાણાથી પતન થાય છે. પહેલું મિથ્યાદ્રષ્ટિ ગુણઠાણું શરુ થાય છે. મિશ્ર | ગુણસ્થાનક કોઈ જીવ મધ્યમ પરિણામી જો બને તો ત્રણપુંજ પૈકી બીજા પુંજનો મિશ્રમોહનીયનો ઉદય શરુ થાય છે, તે વખતે પણ ચોથાગુણઠાણેથી પતન થાય છે. મિશ્રમોહનીયનો ઉદય હોવાથી "મિશ્રદ્રષ્ટિ નામનું ત્રીજુ ગુણસ્થાનક આવે છે. આ ગુણઠાણે વર્તતા જીવને જિનેશ્વરપ્રભુના ધર્મ ઉપર ચિ પણ હોતી નથી અને અરિચ પણ હોતી નથી. આ ગુણઠાણું ફક્ત
૧૯૬
946
H
94ε
ક
6
94
94
મ
946
*5
946
946
www.jainelibrary.org