________________
- મુક્તિબીજ
ૐ
દૂરભવ્ય, (૩) જેઓ મોક્ષે જવાને યોગ્ય હોવા છતાં મોક્ષે જવાના જ નથી તે TM જાતિભવ્ય, અભવ્યના પેટાભેદો નથી.
પ્રશ્ન :-જાતિભવ્યો ભવ્ય હોવા છતાં મોક્ષે કેમ જતા નથી ?
卐
ઉત્તર :-નિગોદ - એકેન્દ્રિયાદિ તુચ્છ ભવોમાંથી નીકળવાનો નંબર જ ન TM લાગવાથી મનુષ્યાદિભવો રુપ નિમિત્તોનો સંયોગ ન મળવાથી ભવ્ય હોવા છતાં, પણ મોક્ષે જવાના નથી. જેમ અગ્નિના સંયોગને ન પામેલા મગ પાકને યોગ્ય ૉ હોવા છતાં પાકદશા પામતા નથી તેમ.
પ્રશ્ન :-અભવ્ય અને જાતિભવ્યમાં તફાવત શું ?
ઉત્તર :-અભવ્યમાં મનુષ્યભવાદિ શુભનિમિત્તનો યોગ છે પરંતુ યોગ્યતા નથી, તેથી વંધ્યા સ્ત્રી સમાન છે. અને જાતિભવ્યોમાં યોગ્યતા છે, પરંતુ શુભનિમત્તોનો યોગ નથી તેથી વિધવા સ્ત્રી સમાન છે. બન્નેમાં ફળની અપ્રાપ્તિ તુલ્ય હોવા છતાં પણ કારણ ભિન્ન-ભિન્ન છે.
卐
5
5
5
卐
આ પ્રમાણે મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનકમાં પણ ધીમે ધીમે વિકસિત અવસ્થા ૐ પ્રાપ્ત થતાં, મોહનીયકર્મ મંદ થતાં, મિત્રા-બલા આદિ દ્રષ્ટિઓ નો વિકાસ થતાં, યોગનાં બીજો પ્રાપ્ત થતાં, તેના અંકુર સ્વરુપે સમ્યક્ત્વ ની પ્રાપ્તિ થતાં; પહેલા ગુણઠાણેથી સીધું ચોથું ગુણઠાણું જ આવે છે. બીજું - ત્રીજું ગુણઠાણું ચોથા ગુણઠાણેથી પડતાં આવે છે. ચડતાં સીધુ ચોથું ગુણઠાણું ૐ આવે છે. તેથી હવે પ્રથમ ચોથું ગુણાણું સમજાવી પછી બીજું - ત્રીજું ગુણઠાણું સમજાવીશું.
卐
(૪) અવિરત સમ્યગદ્રષ્ટિ ગુણસ્થાનક :
આત્મા જયારે મોક્ષતત્ત્વની રુચિ ધરાવે છે, ત્યજવા લાયક અહિતકારી ભાવોને હેય સમજે છે. આત્મહિતકારી આદરવા લાયક ભાવોને ઉપાદેય સમજે TM છે. સંસાર-મોક્ષ અનુક્રમે હેય-ઉપાદેયપણે સમજાય છે. ભવ ઉપરનો યથાર્થ વૈરાગ્ય થાય છે. તીવ્રભાવે પાપો કરવાની વૃત્તિ બળી જાય છે. અનંતાનુબંધી કષાયોથી થતા તીવ્ર સંક્લિષ્ટ પરિણામો નાશ પામે છે. દ્રષ્ટિ સમ્યગ્ – બને છે. સંસારિક ભોગો હેય લાગે છે. ફક્ત ચારિત્રમોહનીયકર્મના તીવ્ર ઉદયની | પરવશતાથી ભોગો ત્યજી શકતો નથી. તેવી અવસ્થામાં આત્માનું જે ગુણસ્થાનક || તે "અવિરતસમ્યગદ્રષ્ટિ ગુણસ્થાનક" કહેવાય છે.
સાચી
Jain Education International
For Private & Personal Use Only
He
૧૯૩
=
H
SHE
946
946 946 946
946 946
ૐ
K
946 946
ऊँ
*5
www.jainelibrary.org