________________
મુક્તિબીજ
જેમ ત્રસ જીવોની હિંસા ન કરવી. તેમ નિરર્થક સ્થાવર જીવોની પણ | હિંસા ન કરવી જોઈએ.
ન
5
5
5
5
55
5
માતાની માફક અહિંસા સર્વ જીવોને હિતકારિણી છે. અહિંસા જ સંસારરૂપી મરુધર ભૂમિમાં (મારવાડમાં) અમૃતની નીક સમાન છે, દુ:ખરૂપ દાવાનળને બુઝાવવા માટે વર્ષાૠતુના મેધની શ્રેણી તુલ્ય છે, અને ભવોમાં પરિભ્રમણ | કરવારૂપ રોગથી પીડાયેલા જીવોને પરમ ઔષધી તુલ્ય પણ અહિંસા જ છે. સુખદાયી લાંબું આયુષ્ય, ઉત્તમરૂપ, નીરોગતા અને પ્રશંસનીયતા એ સર્વ TM અહિંસાના ફળો છે. વધારે શું કહેવું ? મનોવાંછિત ફળ દેવા માટે અહિંસા કામધેનુ સમાન છે.
5
5
5
અહિંસા ધર્મના જાણનાર, તથા મોક્ષની ઇચ્છાવાળા શ્રાવકોએ સ્થાવર જીવોની પણ વગર પ્રયોજને હિંસા ન કરવી. તે માટે યતના રાખવી. કોઈને એવી શંકા થાય કે જીવહિંસા કરીને પૈસો મેળવવો પછી દાન | આપીને તે પાપથી છૂટી જઈશું. તેને આચાર્યશ્રી કહે છે : મનુષ્યોએ હાથ વિનાના થવું તે સારું છે, પાંગળા થવું તે સારું છે. અને શરીર વિનાના થવું તે સારું છે. પણ સંપૂર્ણ શરીરવાળા થઈને હિંસા કરવામાં તત્પર થવું તે સારું નથી.
5
જો હિંસાનો ત્યાગ ન કરવામાં આવે તો ઈંદ્રિયોનું દમન કરવાપણું, દેવગુરુની સેવા, દાન, અધ્યયન અને તપ એ સર્વ નિષ્ફળ છે. અર્થાત્ હિંસાનો ત્યાગ કર્યા વિના તેઓ બિલકુલ ફળ આપતાં નથી.
ર. અસત્યનો ત્યાગ :- કન્યા અલીકાદિ અસત્યો બતાવે છે. કન્યા સંબંધી, ગાય સંબંધી, ભૂમિ સંબંધી, થાપણ ઓળવવા સંબંધી અને ખોટી સાક્ષી ભરવા સંબંધી આ પાંચ મોટા અસત્યો કહેવામાં આવ્યાં છે.
જે સર્વ લોકમાં વિરુદ્ધ ગણાતું હોય, જે વિશ્વાસનો ઘાત કરવાવાળું હોય અને જે પુણ્યનું વિપક્ષી હોય, અર્થાત્ પાપકારી હોય તેવું અસત્ય ન જ બોલવું. ૩. ચૌર્યત્યાગ : દુર્ભાગ્યપણું, પ્રેષ્યપણું (પરનું કામ કરવાપણું), દાસપણું (શરીરની પરાધિનતા), શરીરનું છેદાવું અને દરિદ્રતા, એ ચોરી કરવાના લોને જાણીને (સુખના અર્થી ગ્રહસ્થોએ) ધણીની રજા સિવાય વસ્તુ લેવા રૂપ ચોરીનો ત્યાગ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
૩૫
ZE
94%
946
94.
*5
W
946 946
946 946
K
*+5
94
www.jainelibrary.org