________________
ક
55
*
M
F
F
F_F_F
$
$
– મુક્તિબીજ || યોગ્ય છે. આ વાત ખરી છે કે શુભ કર્મ એ પણ એક જાતનો મેલ છે. એક
બશેર બોજા જેટલું સોનું ગળામાં પહેરો અને તેટલાજ પ્રમાણનો પથ્થર કે | | લોઢાનું ઘરેણું ગળા ઉપર બાંધો તો બોજો તો પથ્થર કે સોનાનો સરખોજ છે, | | છતાં સોનું પહેરતાં આનંદ થશે, અને લોયું કે પથ્થર ગળામાં બાંધતા, ખરાબ લાગશે, કંટાળો આવશે. એટલે બંધન કે બોજામાં બન્ને સરખાં છે, છતાં સોનું વધારે સારું છે તેમ પુન્ય તથા પાપ બંધન તરીકે કે ભોગવવા તરીકે બન્ને સરખા છે, છતાં પુન્યથી સુખ થાય છે. પાપથી દુઃખ થાય છે. સુખ ગમે છે | પાપ ગમતું નથી. એટલે આ દુનિયામાં રહી દુઃખી થવું તેના કરતાં સુખી થવું | | તે હજાર દરજજે શ્રેષ્ઠ છે. F\ છતાં આંહી શુભમાં જે વધારો કરવાનું કહેવામાં આવે છે, તે એટલા માટે
છે કે, તેના ફળની આશા કે ઈચ્છા રાખ્યા વિના અભિમાન કે રાગદ્વેષની
પરિણતિ કર્યા વિના આત્મ ઉપયોગની જાગૃતિ સાથે જો સારાં કાર્યોમાં પ્રવૃત્તિ ક કરવામાં આવે છે તો તેથી નવીન બંધ થતો નથી, અને પૂર્વના અશુભ કર્મને
ધક્કો લાગે છે. અશુભ કર્મ આ શુભ કર્મના ધક્કાથી ખસી જાય છે. અથવા | શુભકર્મ રૂપે બદલાઈ જાય છે. તે માટે આ શુભ કર્મમાં પ્રવૃત્તિ કરવાની છે. | તેના વડે બંધાતુ શુભ કર્મ પણ આત્મવિશુદ્ધિ થતાં દૂર થઈ જાય છે અને આત્મા શુદ્ધપણે પ્રગટ થાય છે.
સ્ફટિકરન ઉપાધિના કારણથી વિવિધ રંગવાળું દેખાય છે છતાં ખરા કા સ્વરૂપે તો તે શુદ્ધ નિર્મળ જ છે. તેવી રીતે વિવિધ પ્રકારની ઉપાધિથી વિવિધ
પ્રકારનાં દેહને ધારણ કરનાર અને દેહ ધારણ કર્યા પછી પણ વિવિધ પ્રકારની વૃત્તિઓ દ્વારા હર્ષ, ખેદ, રાગ દ્વેષ કરનાર છતાં આ સર્વ જેના પ્રકાશથી થાય છે, જેના પ્રકાશથી સમજાય છે. જણાય છે તે જ્ઞાન સ્વરૂપ આત્મા આ ઉપાધિઓથી ભિન્ન શુદ્ધ નિર્મળ જ્ઞાનાનંદ સ્વરૂપ છે. આ જડ પદાર્થોથી ભિન્ન ક| સ્વરૂપે આત્માને જાણનારા સમગ્દર્શનવાન છે. આ સમદ્રષ્ટિની પહેલી | ભૂમિકા છે. આત્મા તરફ વલણ થવાની, પ્રીતિ કરવાની, જડ પદાર્થ તરફ | ઉપેક્ષા કરવાની, સત્યને સત્યરૂપે સમજવાની અહીંથી શરૂઆત થાય છે. આ સમ્યગ્દર્શનને ધારણ કરનાર જીવોની ભક્તિ કરવી, આશાતના ન કરવી; ઇત્યાદિ બાહ્ય અને આંતર વિનય કરવો.
E
$
F
$
$
.
$
$
_fi
$
$
$
_
“
_
૫૭
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org