________________
5 |
8
_Ff
8
8
8
8
8
8
8
મુક્તિબીજ શ્રત ધર્મ-ચારિત્રધર્મ :
શ્રી જૈનશાસનમાં શ્રદ્ધેય તરીકે પહેલો ક્રમ વીતરાગનો અને બીજો ક્રમ T નિગ્રંથનો છે, તેમ ત્રીજો ક્રમ વીતરાગે કહેલા અને નિથ પાળેલા શ્રતધર્મ | અને ચારિત્રધર્મનો આવે છે.
કૃતધર્મની શ્રદ્ધા એટલે વીતરાગના વચનરૂપ શાસ્ત્ર બતાવેલા પદાર્થો અને તત્ત્વો ઉપરનો વિશ્વાસ, જીવાદિ દ્રવ્યો અને મોક્ષાદિક તત્ત્વોનું નિરૂપણ શાસ્ત્રોમાં જે રીતે કર્યું છે, તે તેમજ છે એવી અખંડ પ્રતીતિ એ પ્રતીતિના યોગે જગતનો
સ્વભાવ અને મોક્ષનું સ્વરૂપ જેવું છે, તેવું જાણવાની અને સમજવાની તક મળે _| છે, અને તેના ફળસ્વરૂપ ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે.
ચારિત્ર-ધર્મ તેને કહેવાય છે કે જેમાં બીજાની પીડાનો પરિહાર હોય. જ્યાં !” ક| સુધી જીવ બીજાને પીડા કરનારી પ્રવૃત્તિઓથી પ્રતિજ્ઞાપૂર્વક સશે કે અમુક :
અંશે પણ મુક્ત થતો નથી, ત્યાં સુધી તે નિમિત્તે થતો કર્મબંધ અટકી શકતો | || નથી, અને જ્યાં સુધી કર્મ બંધ અટકતો નથી, ત્યાં સુધી તેના ફળસ્વરૂપ - જન્મ-મરણ અને તજજનિત પીડાઓ અટકી શકતી નથી. સ્વપીડનું ઉત્પત્તિસ્થાન જાણે કે અજાણે પરપીડામાં નિમિત્ત થવાનું છે. એ નિમિત્ત જયાં સુધી મનથી, વચનથી કે કાયાથી લેશ પણ થતું હોય ત્યાં સુધી તનિમિત્તક | | કર્મબંધ ચાલુ રહે છે. એનાથી છૂટવાનો ઉપાય એક જ છે અને તે હિંસાદિ | | પાપસ્થાનોથી નિવૃત્ત થવું તે છે. પર-પીડા એ પાપ છે અને પર-ઉપકાર એ પુણ્ય છે એ નિર્વિવાદ છે. પોતાને જો કોઈ પીડા આપે, તો તે પાપી છે એમ
માનનારો બીજાને પીડા આપતી વખતે પોતે પાપ કરનારો નથી એમ કઈ રીતે કઈ કહી શકે? પોતાના ઉપર જો કોઈ ઉપકાર કરે, તો તે પુણ્યનું કામ કરે છે
એમ જ લાગે છે, તો તે નિયમ પોતાને માટે સાચો છે અને બીજાને માટે ક| સાચો નથી, એમ કોણ કહી શકે? વિશ્વના અવિચલ નિયમો અકાટય હોય છે.
કાંટામાંથી કાંટા ઊગે છે અને અનાજમાંથી અનાજ ઊગે છે. એ નિયમના અનુસારે જ પીડામાંથી પીડા અને ઉપકારમાંથી ઉપકાર ફલિત થાય છે.
શ્રદ્ધાવાનની આત્માદિની શુદ્ધિ :
શ્રદ્ધા એક ગુણ છે. ગુણ ગુણી વિના રહી શકતો નથી. શ્રદ્ધારૂપી ગુણને ધારણ કરનાર ગુણી આત્મા છે. એ આત્માની શુદ્ધિ એટલે તેના સ્વરૂપની
8
_
8
_
8
_
%
8
_
%
_
$
_
$
$
૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org