________________
|
$
E
$
F
$
G
$
H
$
$
$
F_F_F_F_F
$
$
- મુક્તિબીજા
ન્યાયોપાર્જિત ધન દ્વારા કરેલા દાનાદિ પણ સ્વ-પરહિતનું કારણ બને છે. | એવું ધન ગૃહસ્થજીવનમાં મુખ્ય સાધન હોવાથી તેને ન્યાય સંપન્નરૂપ પ્રથમ ] ગુણ કહ્યો છે.
ગૃહસ્થને ધન વગર આજીવિકાની વિષમતાથી સઘળી ધર્મપ્રવૃત્તિ કથંચિતું અટકી પડે તો ગૃહસ્થજીવન પણ અધર્મરૂપ બની જાય, માટે ગૃહસ્થ ભલે અર્થપુરુષાર્થ કરે પણ ન્યાયથી કરે જેને તેમ કરવામાં અનિચ્છા થાય તેણે સાધુધર્મ સ્વીકારવો જોઈએ. ૨. વિવાહકર્મ :
એક પુરુષથી ચાલેલો વંશ તે ગોત્ર કહેવાય. ગોત્ર એક હોય કે ભિન્ન હોય પણ કુળાચારથી શીલથી સમાન હોય સુ-સંસ્કારી હોય ત્યાં વિવાહ સંબંધ | જોડવો, જેથી કુંટુંબમાં સંપ અને સુખ જળવાય. સંતાનો સુસંસ્કારી પેદા થાય. ૩. શિષ્ટાચાર પ્રશંસા :
શિષ્ટ પુરુષોના આચારો તેમની શિષ્ટતા પ્રગટ કરે છે. તે લોક અપવાદના ભયવાળો, પરોપકારવૃત્તિવાળો, કૃતજ્ઞતાવાળો હોય છે. ગુણપ્રશંસક, આપત્તિમાં ધીરજ, સંપત્તિમાં નમ્રતા, હિત અને મિષ્ટભાષી, સત્કાર્યમાં તત્પર, કુળાચારને ખા પાળનારો, વ્યસનત્યાગી સર્વત્ર ઔચિત્યનું પાલન કરવાવાળો હોય છે.
આવા ગુણસંપન્ન શિષ્ટજનોની સઉલ્લાસ પ્રશંસા કરવી, જેથી આપણામાં તે ગુણો ધારણ થાય છે. | ૪. અંતરંગ છે શત્રુઓનો ત્યાગ :
કામ, ક્રોધ, લોભ, માન, મદ, હર્ષ આ અંતરંગ શત્રુઓનો નાશ કરવો. કામ:- અન્ય સ્ત્રી - પુરુષની વિષયવાસનાનો ત્યાગ કરી સ્વદારા સંતોષી
થવું. બ્રહ્મચર્યનું સેવન કરવું. * કોધ:- અન્યને પીડાકારી કઠોરતાપૂર્વક બોલવું કે આડોશ કરવો, આવા
દોષથી દૂર રહેવું. લોભ- અન્યની પાસેથી ધન મેળવવાની તૃષ્ણા રાખવી તે દોષ છે. માન:- અહંકાર કરવો, અન્યને હલક માનવા તે અંગત શત્રુ છે. મદ:- જાતિ, કુળ, રૂપ, ધન, વિદ્વતા, તપ, ઐશ્વર્ય, જ્ઞાન વગેરેનો ગર્વ ત્યજી દેવો.
$
$
F
$
E
$
F
$
E
$
F
$
G
$
H
$
5.
- ૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org