________________
*
*
*
*
- મુક્તિબીજ
અત્રે અપુનબંધક, માર્ગાભિમુખ, માર્ગપતિત કે માર્ગાનુસારી આદિ જીવોના ભાવ : અધ્યવસાયને ધર્મ માનનારા વ્યવહારનયની અપેક્ષાએ ગૃહસ્થના ..| સામાન્ય ધર્મને જણાવ્યો છે.
સમ્યકત્વ પ્રાપ્તિની પૂર્વેના મિથ્યાત્વ ગુણસ્થાનવર્તી શુભ અધ્યવસાયવાળા વિશિષ્ટ જીવોને આશ્રયી ગૃહસ્થના સામાન્ય ધર્મને જણાવ્યો છે.
અપુનબંધક :
જે જીવમાં અનંત ભવો થાય તેવા દોષો અર્થાત સુદ્રતા, લોભ, દીનતા, મત્સર, ભય, શઠતા, અજ્ઞાન જેવા ભવાભિનંદીના લક્ષણો પ્રાયે ન હોય તે ૪િ અપુનબંધક કહેવાય છે. ગુણવૃદ્ધિ વિશેષતાવાળો હોય છે. તીવ્ર રાગદ્વેષથી પાપ
ન કરે તે અપુનર્ધધક કહેવાય છે. ક ૨ માર્ગાભિમુખ:- માર્ગ = ચિત્તની સરળતા. સર્પની ચાલ વાંકીચૂકી
હોય છે. પણ તેનું બીલ સીધું હોવાથી તે બીલમાં સીધો પેસે છે તેમ જીવને [F[ પણ મનની ચંચળતા આદિના સ્વભાવના યોગે વકતા હોય છે, છતાં માયા,T | | કપટ આદિ ઘટી જવાથી મન સરળ બને છે. તેથી ઉત્તરોઉત્તર વિશિષ્ટ ગુણોની ! પ્રાપ્તિ કરે છે.
મનની સરળતામાં કારણભૂત સ્વ-અભિલાષારૂપ કર્મનો ક્ષયોપશમ વિશેષ | _| તેને માર્ગ કહે છે.
આવા ક્ષયોપશમરૂપ માર્ગમાં પ્રવેશ કરવા જેવી યોગ્યતાવાળો જીવ | # માર્ગાભિમુખ કહેવાય છે.
૩. માર્ગપતિત:- માર્ગે ચાલતો (માર્ગથી પડેલો તેમ ન માનવું) ઉત્તરોઉત્તર ગુણવૃદ્ધિવાળો જીવ માર્ગપતિત કહેવાય છે. ૪ માર્ગાનુસારી:- માર્ગમાં પ્રવેશ પામેલો.
કર્મોનો ક્ષયોપશમ થતા ચરમ યથાપ્રવૃત્તકરણ પૂર્ણ થવાની તૈયારીવાળો જીવ | માર્ગાનુસારી કહેવાય છે.
યથાપ્રવૃત્તકરણરૂપ અધ્યવસાય શુદ્ધિ) દ્વારા આયુષ્ય સિવાય સાતે કર્મોની સ્થિતિ ઘટીને ન્યૂન એક કોડાકોડી સાગરોપમ જેટલી રહે છે.
આ ચાર અવસ્થાઓ ચરમ પુલ પરાવર્તનકાળમાં હોય છે.
*
*
*
*
*
૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org