________________
G |
546
F
846
F • E
616
Se
F
54k
E
546
F
S4
" મુક્તિબીજ ૩. આત્મા કર્તા છે
નોંધ : દરેક પદાર્થનું પરિણમન પોતાના પ્રદેશમાં થાય છે. જગતમાં રહેલ ઝિ છ દ્રવ્યોમાં આત્મા અને પુદ્ગલનું પરિણમન અન્યોન્ય નિમિત્તથી થાય છે. પદાર્થમાત્ર કિયાસંપન્ન છે પણ કર્તાપણું કેવળ આત્મામાં રહેલું છે. આત્માનો | જ્ઞાન ઉપયોગ પોતાના મતિજ્ઞાનને શેય નથી બનાવતો, ત્યારે તે શેય | પરપદાર્થમાં તદુપ થઈ રાગાદિ વિકલ્પ કરે છે તેથી તે ઉપયોગમાં વિકાર ભળે F\ છે તેથી અશુદ્ધ ઉપયોગરૂપ વિભાવદશામાં આત્મા કર્મનો કર્તા બને છે.
આત્મા રાગાદિવિભાવથી ભાવકર્મનો કર્તા બને છે. આત્મા જ્ઞાનાવરણાદિ કર્મના ઉદયથી દ્રવ્યકર્મનો કર્તા બને છે.
આત્મા શરીરાદિના અધ્યાસથી નોકર્મનો કર્તા બને છે. અનાદિકાળથી જીવ અજ્ઞાનવશ થતા રાગાદિભાવથી જડ કર્મનો સંયોગ પામી તેનો કર્તા રહ્યો છે. આત્મા અને કર્મનો સંબંધ સાંયોગિક છે, સ્વાભાવિક Fિ\ નથી. અર્થાત સાકર અને મીઠાશના સંબંધ જેવો નથી. પણ વસ્ત્ર પર લાગેલા 8િ | મેલ જેવો છે. અર્થાત્ પ્રયત્નથી દૂર થાય તેવો છે.
આત્મા અને જ્ઞાનાદિ ગુણોનો, ચૈત્યચનો, અનંતલબ્ધિ આદિનો સંબંધ | ન સ્વાભાવિક છે. પરંતુ તે સાવરણ હોવાથી પ્રગટ થતા નથી. રાગાદિ આત્મામાંથી ઉત્પન્ન થઈ આત્માને જ આવરણ કરે છે.
જેમ સૂર્યના પ્રકાશથી સાગરનું પાણી બાષ્પીભવન થઈ વાદળારૂપ બને છે, ઠા પછી તે વાદળા સૂર્યને જ આવરણ કરે છે. વળી, સૂર્યનાં તેજકિરણોથી વાદળા
તૂટી જાય છે તેમ આત્માના અજ્ઞાનને કારણે રાગાદિ ભાવ ઉત્પન્ન થાય છે | અને આત્માના જ શુદ્ધ ઉપયોગ વડે તે રાગાદિ નાશ પામે છે.
આમ, વિભાવદશા વડે કર્મનો કર્તા આત્મા છે. પોતે કરેલાં કર્મો પોતે | ભોગવે છે. કર્તા કર્મના સંયોગથી જગતમાં અનેક પ્રકારની વિચિત્રતા જોવા મળે
છે. સુખ-દુ:ખ, હર્ષ-શોક, જન્મ-મરણ, રોગી-નિરોગી, આવી અવસ્થાઓ પાછળ કાર્યકારણનો સંબંધ છે. જગતમાં કારણ વગર કાર્ય નિપજતું નથી.
જગતમાં કોઈ દુઃખ ઇચ્છતું નથી છતાં દુઃખની પ્રાપ્તિ થાય છે, રોગ ઈચ્છતું કે દ નથી છતાં રોગ થાય છે, સુખ ઇચ્છવા છતાં મળતું નથી. કદાચ મળી જાય તો 1 ટકતું નથી. આ સર્વ વિચિત્રતાનો કર્તા આત્મા સ્વયં છે.
k
Sto
ક
Sk
Sk
S4
ક
S46
+
S46
H
S4
\
S46
_
S4
૧૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org