________________
F.
5
F
5
E
5
F
$
E
$
$
$
$
- મુક્તિબીજ અંતર અલ્પકાળનું હોવાથી પુન: પાછા પડવાનું થતું નથી. આથી મિથ્યાત્વ છતાં તેને મિથ્યાત્વ ગુણસ્થાનક કહે છે. ૨. તારાદૃષ્ટિ :_| તારાદૃષ્ટિમાં બોધ છાણાંના અગ્નિ જેવો કહ્યો છે. તે પણ અલ્પકાલીન છે. | તેથી કાર્ય સાધવામાં અસમર્થ હોય છે. તાત્વિક બળ કે ધૈર્ય ન હોવાથી બોધનું પરિણામન ટકતું નથી. કે જેવી અનુષ્ઠાન યથાર્થ થતું નથી. પહેલી દષ્ટિ કરતાં બોધ કંઈક વિશેષ હોય છે. વળી અણુવ્રતો સાથે શૌચ, સંતોષ, ૫, સ્વાધ્યાય, ધ્યાન જેવા નિયમો પ્રગટે છે. આ ગુણોને કારણે આત્મામાં કદાગ્રહ દૂર થઈ સત્ય ગુણોરૂપ તત્વ શ્રવણની ઈચ્છા થાય છે.
યોગને પામેલા ગુરઆદિનું અત્યંત ઔચિત્ય જાળવે છે. સદાચારનું પાલન | ક કરે છે. કંઈ કૃતિ થાય તો તેનો ખેદ વર્તે છે. આ જીવ પોતાની બુદ્ધિકલ્પનામાં 8 | વિસંવાદ હોવાથી મોક્ષાર્થીની સઘળી પ્રવૃત્તિઓને યથાર્થ સમજવાની શક્તિ નથી |.
એમ માનતો શિષ્ટ પુરુષોના આચરણને શુદ્ધ માને છે અનુસરે છે. શ્રદ્ધે છે, | પોતાની મતિ કલ્પનાથી સ્વચ્છંદ સેવતો નથી.
અધિકગુણીનો વિનય, પોતાના ગુણોને અલ્પ માનવા, ભવભયથી ત્રાસ |. * પામવો વગેરે ઉત્તમભાવો પ્રગટે છે. | ૩. બલાદૃષ્ટિ :- દૃઢ બોધ થાય છે.
બલાદૃષ્ટિમાં બોધ લાકડાના અગ્નિ જેવો છે. પૂર્વની બે દૃષ્ટિ કરતાં કંઈક વિશેષ પ્રકાશયુક્ત છે. આથી બોધનું સ્મરણ કે પરિણમન લાંબા સમય સુધી |" રહે છે. આથી ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનો સુંદર થાય છે. છતાં ભાવ-અધ્યવસાયની ૪ | શુદ્ધિમાં પ્રયત્ન અધૂરો રહે છે.
પ્રથમની બે દૃષ્ટિ કરતાં અહીં બોધની દૃઢતા વિશેષ રહે છે. અસત્ |* || પદાર્થોની તૃષ્ણા ઘટી જાય છે. સ્થિરતા ટક્યાથી આસન નામનો ગુણ પ્રગટે છે. | આસન અર્થાત્ ભિન્ન ભિન્ન પ્રકારની મુદ્રાઓ ટકે છે. આસનના બળથી *| ચિત્તની સ્થિરતા સાધી શકાય છે. તવ શ્રવણની પ્રીતિ ગાઢ થતી જાય છે.
યોગસાધનામાં આગળ વધે છે. (યોગ એટલે મોક્ષમાર્ગને પ્રયોજનભૂત અધ્યવસાય)
-(૦)
$
_F_F_F___
$
$
$
_
_
$
$
$
%)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org