________________
F
$
$
$
H
$
E
$
F
$
$
" મુકિતબીજ નથી. તેમનો સિદ્ધાંત, સ્વરૂપસ્થિત થાવું તે જ છે. ગમે તે રસ્તે પણ મૂળને || પહોંચવું તે છે. જ્યારે જ્યારે દુનિયાની ઉપાધિઓ વિષય સ્વરૂપ ને પકડે છે,
આત્મભાન ભુલાવી હર્ષ, શોક કરાવે છે. ત્યારે ત્યારે મહાત્માઓ આ મહાસામાન્યસત્તામાં તે સર્વને ગાળી નાખી પોતાને પણ તે મહાસત્તામાં લીન કરી | દે છે એટલે તેને આ ઉપાધિઓ નડતી નથી અને પરમ શાંતિ અનુભવાય છે.
આત્મધ્યાનનો કમ પણ કાંઈક આવોજ છે. આ મહાસત્તા સામાન્યમાં સર્વ | જગતને ગાળી નાખવાની જેને ટેવ પડી ગઈ હોય છે, તેનો જેને અનુભવ થઈ | હાં રહેલો હોય છે, તે પરમ સુખી છે. રાગ દ્રષો તેને હેરાન કરી શકતા નથી. તે
મહાન પરમાનંદને ભોગવે છે. આ સર્વ શ્રુતજ્ઞાન છે, તે મહાત્માઓના સિદ્ધાંત છે. તેનો વિનય કરવો. જ્ઞાન જ્ઞાની વિના રહેતું નથીઆધાર વિના આધય હોય નહિ. ઉપચારથી પુસ્તકોમાં લખાયેલા જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવે છે અથવા તેને સ્થાપનાજ્ઞાન કહે છે. વાસ્તવમાં જ્ઞાન જ્ઞાનીમાં રહેલું છે. ત્યાંથી તેની પ્રાપ્તિ | થાય છે.
ઉપદેશક બરોબર ન હોય તો ઉપદેશક બદલવો અને પોતાની તેટલી ઊંચી કોટી પ્રમાણે વર્તન કરવાની લાયકાત ન હોય તો શરૂઆત ટૂંકાથી કરવી. |ા પોતાની યોગ્યતામાં વધારો થાય તેવા કારણો સદ્ગુરુ દ્વારા જાણી હાલ તુરત
માટે સત્સંગમાં વધારો કરવો અને અખંડ જાપ ઈષ્ટદેવનું સ્મરણ કરવાનું ચાલુ | રાખવું. આ બે નિમિત્તો દ્વારા પોતાની મલિન વાસના ઓછી થતાં, યોગ્યતામાં એકદમ સુધારો થશે.
પરમાત્માના માર્ગમાં ચઢવાને તૈયાર હો તો આગળ આવો. મહાત્માઓ | તમને મદદ દેવા તૈયાર છે. તમે તમારો હાથ તેમના ચરણમાં મૂકવા કૃપણ ન
થાઓ. કૃપણતા કષાય - વિષયમાં શોભે. જ્ઞાનીના ચરણમાં મૂકવા ઉત્સુક બનો. | ઉદાર બનો. વિવેકી બનો. સમ્યગ્દર્શન તમને શોધી લેશે તે તમારામાં સહજપણે | પ્રગટ થશે.
સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં સહાયભૂત જાણવાયોગ્ય, આદરવા યોગ્ય અને ત્યાગવાયોગ્ય વિવિધ કારણો દર્શાવ્યાં છે. આ સમગ્દર્શનમાં આત્માનું સારી રીતે દર્શન કરાવનાર છે. જેમ જેમ કષાયની મંદતા થતી જાય તેમ તેમ આત્મા ઉજજવલ થાય છે. આવી અમુક હદે ઉજજવળતા થવી તેને સમગ્દર્શન કહે છે.
$
F_F_F_F
$
$
$
$
$
H
$
E
$
F
$
F
$
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org