________________
– મુક્તિબીજ
જીવત્વ : જેમકે જીવ ગમે તેટલો કાળ અજીવના સંપર્કમાં રહે પણ | જડરૂપે પરિણમે નહિ.
卐
ભવ્ય જીવ : સંસારમાં ગમે તેટલા કાળ પરિભ્રમણ કરે તોપણ તે અભવ્યરૂપે પરિણમે નહિ. કેટલાક જાતિભવ્ય જીવો એવા છે કે ક્યારે પણ ૐ ત્રસપણું પામવાના નથી અને તેમની મુક્તિ થવાની નથી, છતાં ભવ્ય તરીકે જ
રહેવાના છે.
ભવ્ય હોવા માત્રથી જીવ મોક્ષ પામે છે તેમ નથી પરંતુ જે જીવ સંસારી ૐ મટીને સિદ્ધપર્યાયને પાત્ર થાય છે તે જરૂર ભવ્ય હોય છે.
અભવ્ય જીવ : ગમે તેટલા મનુષ્ય જન્મ પામે, બાહ્ય તપ વ્રત ઇત્યાદિ કરે, નવ ત્રૈવેયકના દેવલોક સુધી જાય તો પણ તે ભવ્યરૂપે પરિણમે નહિ. આ કારણે આ ભાવને પારિણામિક ભાવ કહે છે પરમપારિણામિક ભાવ તે જીવનું શુધ્ધપણે પ્રગટ થવું તે છે. તેનું લક્ષ કરવાથી જીવ સમ્યગ્દર્શનને પાત્ર બને છે.
5
વળી જે જીવો ભવ્ય છે તેમને યોગ્ય સામગ્રી મળી જતાં તે જીવોનું ઉપાદાન આત્મશક્તિ જાગૃત થાય છે. તે જીવની ચરમાવર્ત સ્થિતિ થાય છે, ત્યારે સત્પુરુષાર્થ વડે મોક્ષની સાધના કરે છે. સૂતરના તારમાં કાપડ થવાની યોગ્યતા છતાં તેની યોગ્ય સામગ્રી ન મળે તો તેમાંથી કાપડ બનતું નથી તેમ ભવ્ય જીવને પણ મોક્ષની સાધના માટે યોગ્ય સામગ્રીની આવશ્યક્તા રહે. જાતિભવ્યો સામગ્રીના અભાવે મુક્તિપદ પામતા નથી. જાતિ ભવ્યો અર્થાત્ TM નિગોદ-સાધારણ-વનસ્પતિકાવના જીવો પ્રત્યેક- પણું પામતા નથી. આથી ચારે ગતિમાં માનવદેહને ઉત્તમ ગણવાનું કારણ મુક્તિમાર્ગની સાધનાનું બાહ્ય અંગ છે. તેમાં પણ ભવ્યત્વ એટલે માર્ગ પ્રાપ્તિનું ઉત્તમ સાધન, નિક્ટભવી તેમાંય ઉત્તમ જીવ છે.
5
જીવત્વ સમાન હોવા છતાં અભવ્ય જીવો સિદ્ધત્વ પ્રાપ્ત કરી શકતા નથી. જેમ ઊંટડીનું દૂધ એક પ્રકારે દૂધ છે છતાં તે મેળવણનો સંયોગ મળવા છતાં દહીં બની શક્યું નથી.
આવો ભવ્યાત્મા યોગાનુયોગ ચરમાવર્તમાં-અંતિમ પુદ્ગલ પરાવર્તમાં પ્રવેશ કરે છે ત્યારે તેના મિથ્યાત્વની-કષાયોની મંદતા થવા લાગે છે. વળી પાછી
૧૭
Jain Education International
For Private & Personal Use Only
94%
**
K
H
[
ક
5
*ક
9
*15
મ
94€
946
મક
ક
He
www.jainelibrary.org