________________
卐
5
પ્રશ્ન : તત્ત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા એ સમ્યક્ત્વ'. એ પ્રમાણે સમ્યક્ત્વની વ્યાખ્યા કરવાથી એક વિરોધ આવે છે. શ્રદ્ધા-વિશ્વાસ એ મનના પરિણામરૂપ છે. એક ભવમાંથી બીજા ભવમાં જતાં અપાંતરાલ ગતિમાં મન ન હોવાથી સમ્યક્ત્વ નહિ રહે. જયારે આગમમાં અપાંતરાલ ગતિમાં પણ 4. સમ્યક્ત્વ હોય છે એમ જણાવ્યું છે.
5
15
ઉત્તર : -મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી પ્રગટ 5 થયેલ શુદ્ધ આત્મપરિણામ એ મુખ્ય સમ્યક્ત્વ છે. આ પરિણામ એક ભવથી બીજા ભવમાં જતાં અપાંતરાલ ગતિમાં પણ હોય છે. માટે ત્યાં પણ સમ્યક્ત્વ ઘટી શકવાથી આગળ સાથે વિરોધ આવતો નથી. તત્વાર્થ-શ્રદ્ધા પ્રગટે ત્યારે મોહનીય કર્મના ક્ષયોપશ્ચમ આદિથી પ્રગટ થતા શુભ આત્મ પરિણામ અવશ્ય હોય છે. તત્ત્વાર્થશ્રદ્ધા કાર્ય છે અને શુભ આત્મ પરિણામ કારણ છે. કાર્ય વખતે કારણ અવશ્ય હોય છે. આથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને તત્ત્વાર્થશ્રદ્ધાને સમ્યક્ત્વ હેવામાં આવેલ છે. મોહનીય કર્મના ક્ષયોપશમ આદિથી થતો શુદ્ધ આત્મપરિણામ મુખ્ય સમ્યક્ત્વ છે. મતલબ કે મિથ્યાત્વ મોહનીયનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થતાં જે જીવોને મન હોય તેમને તત્વાર્થશ્રદ્ધા અવશ્ય હોય છે.
15
5
5
5
卐
મુક્તિબીજ
સમ્યગ્દર્શનનું લક્ષણ :તત્ત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા એટલે જીવાદિ પદાર્થો જેવા સ્વરુપે છે તેવા સ્વરૂપે માનવા તે શ્રદ્ધા છે.
5
5
સમ્યગ્દર્શનના શમ, સંવેગ, નિર્વેદ અનુકંપા અને આસ્તિક્સ એ પાંચ લક્ષણો-ચિહ્નો છે. આ પાંચ લક્ષણો જે જીવમાં હોય તે જીવમાં અવશ્ય સમ્યગ્દર્શન હોય છે.
શમ = શાન્તિ, ક્રોધનો નિગ્રહ
સંવેગ
મોક્ષ પ્રત્યે રાગ
=
નિર્વેદ = સંસાર પ્રત્યે ઉદ્દેગ
અનુકંપા = કોઈ જાતના સ્વાર્થ વિના દુ:ખી જીવો પ્રત્યે કરુણાભાવ આસ્તિક્ય = વિતરાગદેવે જે કહ્યું છે તે જ સત્ય છે એવી અટલ શ્રદ્ધા.
નિસર્ગ અથવા અધિગમ એ બે હેતુથી સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થાય છે.
૨૫
૪
Jain Education International
For Private & Personal Use Only
94€
SHE
*ક
SHE
*45
撈
**
*45
ॐ
94
94 94€
*મ
K
ક
www.jainelibrary.org