________________
[૨] પૂર્વ કથા
સૌરાષ્ટ્રની ભૂમિ સદા સેાહાગણ છે. તેણે આજ સુધીમાં અનેક મહાપુરુષ, શૂરવીરા, શાયરા અને સાક્ષરાને જન્મ આપ્યા છે અને હજી પણ આપતી જ રહી છે.
સમસ્ત ભૂમંડળમાં અમર નામના પેદા કરનાર મહાત્મા ગાંધીજી તેના જ પનાતા પુત્ર હતા. મહાકવિ ''નાલાલ, કલાપી, એટાદકર, મેઘાણી વગેરે આ જ ધરતી ધાવણ ધાવ્યા હતા. અને જૈન સમાજના અનેક લેખકાએ તથા વિચારકોએ પણ આ જ મહીમાતાનું પયપાન કર્યુ હતુ.
સૌરાષ્ટ્રના ગાહિલવાડ જીલ્લા પ્રાચીન કાલની અનેક સ્મૃતિના ખ્યાલ આપી જાય છે. શાશ્વત ગિરિરાજ શ્રી શત્રુંજય તેની જ ભૂમિ પર અડગ ઊભેલે છે કે જેની સ્પર્શના શ્રી નેમિનાથ ભગવાન સિવાયના ત્રેવીશ તીર્થંકર ભગવતાએ તથા અસંખ્ય મહાપુરુષોએ કરેલી છે. તેની નજીકમાં રહેલા કિરિ એક કાલે રસાયણવિદ્યાનું પરમ ધામ હતા. સિદ્ધ