________________
* ---નરસન્ન
| मिच्छाऽऽसायण मिस्सा अविरैयसम्मा य देसविरया य। विरया पमत्त इयरे अपुव्व अणियहि सुहुँमा य॥ उवैसत खीणमोहा सैजोगिकेवलिजिणो अंजोगी य। चोइस जीवसमासा कमेण एएऽणुगंतव्वा ॥९॥
જાઃ -૧ મિથ્યાત્વ-ર આસાદન(સાસ્વાદન)-૩ મિશ્ન-૪ અવિરતિસમ્યગદષ્ટિ-૫ દેશવિરત–સર્વવિરતે ૬ પ્રમત્ત અને ૭ અપ્રમત્ત બે પ્રકારના-૮ અપૂર્વકરણ-૯ અનિવૃત્તિકરણ-૧૦ સૂમસંપાય-૧૧ ઉપશાન્તાહ-૧૨ ક્ષીણમેહ-૧૩ સાગકેવલી જિન-૧૪ અગીકેવલી જિન એ અનુક્રમે ૧૪ જીવ સમાસ (ગુણસ્થાન) જાણવા ૮-લા માવા–એ ૧૪ છવ સમાસને સંક્ષિપ્ત અર્થ
નિષ્પાદર–ખાધેલા ધંતુરાવાળા પુરૂષને જેમ વેત વસ્તુ પણ પીળી દેખાય તેની માફક મિથ્યાત્વમેહનીયના હદયથી સર્વજ્ઞભાષિત સત્ય વસ્તુત પણ વિપરીત ભાસે, એવી વિપરીત બુદ્ધિવાળે તે મિથ્યાષ્ટિ જીવ કહેવાય. સર્વજ્ઞનાં સર્વ વચનની શ્રદ્ધા હોવા છતાં એક વચન પણ અશ્રદ્ધાવાળું જે જીવને હેય તે પણ મિથ્યાષ્ટિ જ કહેવાય.
૨ આસાન-ગાય-ઉપશમ સભ્યોને લાભ તેને નં-હણે-ગુમાવે તે [ સાથીનમાંથી ને લેપ થતાં આસન શબ્દ થયે છે.] અર્થાત્ ઉપશમ સમ્યકત્વને અનમુ કાળ સમાપ્ત થવાને જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા બાકી રહ્યો હેય તે વખતે માણાનાઅનંતાનુબંધિને ઉદય થવાથી તે અનંતા કષાયના ઉદયથી મલિન થયેલું ઉપશમ સમ્યફ જ આસાઇન અથવા સાસ્વાદન કહેવાય છે, અને એ પ્રમાણે હોવાથી એ એક સમયથી ૬ આવલિકા સુધીને કાળ તે ઉપશમ સમ્યકત્વને પવનકાળ ગણાય. અહિંથી ૫ઠીને તરત મિથ્યાત્વ અવશ્ય પામે છે, માટે ઉપશમ સમ્યથી પડેલે જીવ જ્યાં સુધી મિથ્યાત્વે પહોંચે