Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. પદ્ગુણ (પ્રદ્યુમ્ન) વાસુદેવ(૨) કણ્ડ(૧)૧ અને તેમની રાણી રુપ્પિણી(૧)નો પુત્ર. સાડા ત્રણ કરોડ જાયવ રાજકુમારોમાં તે પ્રથમ હતો. તેણે તિત્યયર અરિટ્ટણેમિ પાસે દીક્ષા લીધી, તે બાર અંગ(૩) ભણ્યો, તેણે સોળ વર્ષનું શ્રામાણ્ય પાળ્યું અને એક મહિનાની સંલેખના પછી મોક્ષ પ્રાપ્ત કર્યો. વેદમાી તેની પત્ની હતી અને અણિરુદ્ધ(૨) તેનો પુત્ર હતો.
૩
૧.અન્ત.૮.
૨. જ્ઞાતા.૧૧૭, ૧૨૨, નિર.૫.૧, પ્રશ્ન.૧૫, અન્તઅ.પૃ.૧
૩. અન્ન.૮, આવચૂ.૧.પૃ.૩૫૫, આવ.પૃ. ૨૭, સ્થાઅ.પૃ.૪૩૩.
૪. અન્ન.૮.
૨. પન્નુણ અંતગડદસાના ચોથા વર્ગનું છઠ્ઠું અધ્યયન.
૧. અન્ત.૮.
૩. પન્નુણ એવું વાદળ જે વરસે તો એક હજાર વર્ષ સુધી પાક પેદા કરે છે.
૧. સ્થા. ૩૫૭.
પદ્ગુણખમાસમણ (પ્રદ્યુમ્નક્ષમાશ્રમણ) ણિસીહવિસેસચુણ્ણિના કર્તા જિનદાસગણિમહત્તર જે આચાર્યને આદરપૂર્વક યાદ કરી વંદન કરે છે તે આચાર્ય. તે કર્તાના ગુરુ જણાય છે.૨
૨૧
૧. નિશીયૂ.૧.પૃ.૧.
૨. જુઓ ‘નિશીથ એક અધ્યયન', નિશીથચૂર્ણિ, વોલ્યૂમ ૪, પૃ.૪૭. પજ્જુણસેણ (પ્રદ્યુમ્નસેન) પઇગાના પિતા અને ચક્કવટ્ટિ બંભદત્ત(૧)ના સસરા.૧ ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯.
પજ્જુસણાકપ્પ (પર્યુષણાકલ્પ) જુઓ પજુસવણાકપ્પ.૧
૧. સ્થા. ૭૫૫.
૨
પઠ્ઠુસવણાકપ્પ (પર્યુપશમનાકલ્પ) આયારદસા અથવા દસાસુયક્ષંધનો આઠમો ઉદ્દેશ.૧ ‘પજ્જુસવણાકપ્પ' શબ્દનો અર્થ ‘વર્ષાવાસના નિયમો' અર્થાત્ ચોમાસા દરમ્યાન શ્રમણોએ પાળવાના આચારના નિયમો (વિધિનિષેધો) છે. આ ઉદ્દેશ યા ગ્રન્થની રચના ભદ્રબાહુ સ્વામીએ કરી છે. તે ત્રણ ભાગમાં વિભક્ત છે. પ્રથમ ભાગમાં મહાવીર, પાસ(૧), અરિટ્ટણેમિ અને ઉસભ(૧)નું જીવન વિગતવાર અને બીજા તીર્થંકરોનું જીવન સંક્ષેપમાં નિરૂપાયું છે. મહાવીરના જીવનનું નિરૂપણ મોટો ભાગ રોકે છે. બીજા ભાગમાં શ્રમણોના ભિન્ન ભિન્ન ગણો, તેમની શાખાઓ અને તેમના નાયકોની યાદી આપણને મળે છે. ત્રીજા ભાગમાં વર્ષાવાસમાં શ્રમણોએ પાળવાના આચારના નિયમો છે. આ ત્રીજો ભાગ ગ્રન્થના શીર્ષક પ્રમાણે ગ્રન્થનું ખરું વિષયવસ્તુ નિરૂપે છે. આ ગ્રન્થ લોકોમાં કલ્પસૂત્ર નામથી પ્રસિદ્ધ છે. તે મહદંશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org