________________
୪
સરકાર-બીજ સંસ્કાર-બીજ
મહાત્મા ગાંધીએ આંદોલન સ્થગિત કર્યું. બધાને આગલા ધોરણમાં ચડાવી દેવામાં આવ્યા. મુકુન્દને પણ ચોથા ધોરણમાંથી પાંચમા ધોરણમાં એટલે કે અંગ્રેજી પહેલા ધોરણમાં ચડાવી દેવામાં આવ્યો અને વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ સામે ‘ઠાકર્સ હાઈસ્કૂલ’માં દાખલ થઈ ગયો.
મુકુન્દનો અભ્યાસ આગળ ચાલ્યો. અહીં ૧૯૪૨ થી ૧૯૪૯ સુધી શિક્ષણ લીધું. ૧૯૪૯માં મુકુન્દે મેટ્રિકની પરીક્ષા જ્વલંત કારકિર્દી સાથે પસાર કરી. બધા વિષયોમાં ડિસ્ટ્રિક્શન, પણ ગણિતમાં ડિસ્ટ્રિક્શન હોવા છતાં ઓછા, ધાર્યા કરતાં ઓછા ગુણ આવતાં નાખુશી થઈ.
ઠાકર્સ હાઈસ્કૂલનો આ સાત વર્ષનો શિક્ષણકાળ એમના જીવનઘડતરનો મહત્ત્વનો સમયગાળો બની રહ્યો. આ અવસ્થામાં વિદ્યાર્થીના સંસ્કારજગતમાં જે બીજની વાવણી થાય છે, એ જ એના સ્વજીવનમાં વૃક્ષરૂપે પ્રગટે છે. ૧૧ થી ૧૭ વર્ષની આ અવસ્થામાં સારા સંસ્કાર મળે, તો પછીનું જીવન યોગ્ય દિશાએ વળે છે અને કુસંસ્કાર મળે તો જીવન કુમાર્ગે વ્યતીત થવા લાગે છે.
આ સમયે સંવેદનતંત્ર અત્યંત તીવ્ર હોય છે. ઉત્સાહ અનેરો હોય છે. નવું નવું જાણવાની જિજ્ઞાસા હોય છે. સમય જતાં કંઈ બનવાની કે કરી બતાવવાની તમન્ના હોય છે.
ઘરમાં જેમ માતા-પિતા-ભાઈ અને બહેનોની ઘેરી છાપ પડે છે, એવી જ રીતે શાળામાં સારા શિક્ષકો આદર્શ બને છે. માતા-પિતા કરતાંય ક્યારેક તો ‘શિક્ષકો’ની અસર વધારે વરતાય છે, એટલે સુધી કે શિક્ષક કહે એ બ્રહ્મવાક્ય. ભણેલાં માતા-પિતા કહે કે આ યોગ્ય નથી, તો બાળક કહે કે “મારા સાહેબે આમ કહ્યું છે, એ જ સાચું.” આવી સ્થિતિમાં જો યોગ્ય શિક્ષક કે ગુરુ મળી જાય તો વિદ્યાર્થીનું જીવન ધન્ય બની
ઠાકર્સ હાઈસ્કૂલના વિદ્યાર્થી
જાય.
ઠાકર્સ હાઈસ્કૂલમાં મુકુન્દનાં ભાઈઓ અને બહેનો પણ ભણતાં હતાં. દરેક માનવી પોતાના જીવનનો પોતે જ શિલ્પી છે એ રીતે મુકુન્દનું પણ ધીમે ધીમે ઘડતર થવા લાગ્યું. પ્રારંભનાં વર્ષો શિક્ષણમાં પસાર થયાં. હા, રહેણાકની નજીક અખાડો હતો. એ વખતે બે જ કામ ‘એક ભણવું અને બીજું ઘરનું કામ કરવું’ - પછી સમય મળ્યે અખાડામાં જવું. દંડ-બેઠક કરવી, કુસ્તી, વેઇટ લિફ્ટિંગ, લાઠી, લેઝિમ, હાઈ-જમ્પ, લૉગ-જમ્પ, હુતુતુ, ખો-ખો, ફ્લૅગ-ફાઇટ, મલખમ વગેરે શીખવું. મોટી વયના લોકો જે કુશળતાથી કુસ્તીના દાવ વગેરે કરે તે મુગ્ધ બનીને જોતા હતા. એ વખતે તેમને કુસ્તીના દાવ રમણભાઈ ભટ્ટ અને હમીદભાઈ શીખવતા હતા. મુકુન્દમાં પહેલેથી
12
સરકાર-બીજ
Plan Education International સાર-બીજ
સંસ્કાર (For Private & Personal use only બીજ
www.jainelibraryofg