________________
માત્ર પોતાનો જ આધ્યાત્મિક વિકાસ થાય એટલું નહિ, પણ સાથે સાથે સહયોગીઓ પણ ચારેય પ્રકારના પુરુષાર્થ(ધર્મ, અર્થ, કામ, મોક્ષ)ની સિદ્ધિથી જીવનનો બહુમુખી વિકાસ સાધવાનાં પ્રેરણા અને માર્ગદર્શન મેળવી શકે તે અભિગમ પણ તેમનો રહ્યો છે.
‘શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર', કોબાની મુલાકાત લો ત્યારે તમને જીવંત વાતાવરણ જોવા મળશે. મુમુક્ષુઓની સંખ્યા ઓછી-વત્તી હોય, પણ સંસ્કારપ્રેરક કાર્યક્રમો અંગે ક્યાંય સમાધાન જોવા નહીં મળે. યંત્રવત્ લાગે એવું હોવા છતાં પ્રમાદી ન બનાય એટલા માટેય આવી જાગૃતિ જરૂરી છે.
સાધનાવિષયક તત્ત્વજ્ઞાન, ભક્તિ, યોગસાધના, નીતિશાસ્ત્રનું અનુસરણ અને મધ્યયુગીન સંત-ભક્તોની રચનાઓ ઉપર થયેલા સ્વાધ્યાયો ઉપરાંત સમાજોપયોગી, નીતિવિષયક અને નવી પેઢીને વિશેષ માર્ગદર્શક એવા સેંકડો વિષયો પર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં તેઓશ્રીનાં ૧૦,૦૦૦ ઉપરાંત સ્વાધ્યાય-પ્રવચનો થયાં છે. મોટે ભાગે ઑડિયો-વીડિયો કૅસેટ દ્વારા આ પાથેય સચવાયું છે; જેનો ઉચિત સમયે ઉપયોગ થાય અને તે લોકો સુધી પહોંચે એ જોવાની આપણા સૌની ફરજ છે.
સ્વાધ્યાય આપતી વેળાએ
જીવનનાં સર્વ પાસાંઓને અને ખાસ કરીને આધ્યાત્મિક વિકાસને કેવી રીતે ત્વરાથી સાધવો તેનું વિજ્ઞાન અને દિવ્યકળા આપતી તેમની અનુભવવાણી આ કૅસેટોમાં ઉપલબ્ધ છે. આવાં બહુજનહિતાય અને બહુજનસુખાય સાધનો દ્વારા દેશ-વિદેશના જિજ્ઞાસુઓને અમૂલ્ય માર્ગદર્શન મળી શકે, એવો સંસ્થાનો નમ્ર પ્રયાસ છે.
આજના યુગમાં આપણી વાત સમાજ સમક્ષ મૂકવા માટે પ્રચાર-માધ્યમની સવિશેષ જરૂર પડે છે. પ્રકાશિત સાહિત્ય તો ખરું જ, પણ દૃશ્ય અને શ્રાવ્ય માધ્યમોનો ઉપયોગ કરી સ્વાધ્યાય-પ્રવચનોમાં આપેલી કોઈ વાત રહી ન જાય એ ખ્યાલે વીડિયો-ઑડિયો કૅસેટ ભવિષ્યમાં સદાય શબ્દદેહે સચિત્ર સચવાઈ રહે તો ધાર્યો ઉપયોગ કરી શકાય એવી અપેક્ષા રાખીએ તો તે અસ્થાને નથી.
99
For Private & Personal Use Only
www.jainelibrary.org