________________
ગાંધીજી કહેતા કે “મારું જીવન એ જ મારી ઓળખ છે.’ આમ તો કોઈ પણ મહાન વ્યક્તિ, પછી એ સાધુ હોય, મુનિ હોય, સંત હોય કે સામાજિક શ્રેષ્ઠિ હોય, એની ઓળખ એના કાર્યથી થતી હોય છે. મહાપુરુષોના જીવનની ફળશ્રુતિ કોઈ ને કોઈ પ્રકારે સહજ પરોપકારિતા સાથે અવશ્યપણે પ્રવર્તતી જોવામાં આવે છે. આ જ સિદ્ધાંતને અનુસરીએ ત્યારે શ્રી આત્માનંદજીએ : (૧) ૧૧ વર્ષે ૧૯૪૨ની ચળવળમાં લીધેલો ભાગ; (૨) ૧૫ વર્ષની ઉંમરે ઠાકર્સ હાઈસ્કૂલમાં ચલાવેલા રાષ્ટ્રભાષાના અવૈતનિક વર્ગ; (૩) ઇંગ્લેન્ડમાં નાના ગ્રૂપ સાથે ચાલતા Medicineના વર્ગો; (૪) કોઈ પણ પૂર્વશરત વગર, મોરબી, રાજકોટ, પંચભાઈની પોળ તથા સારંગપુર તળિયાની પોળ, અમદાવાદ, ઘાટકોપર કે પાર્લા, મદ્રાસ અને બેંગ્લોરમાં, સાબરકાંઠાનાં અનેક ગામો, અમેરિકા, યુ.કે., કેન્યા વગેરે સ્થળોએ કરેલી જાહેર સ્વાધ્યાય પ્રવૃત્તિઓ; (૫) યુવા શિબિરો, ગુરુકુળપ્રવૃત્તિ અને સામૂહિક તીર્થયાત્રાઓ; (૬) જાહેરજીવનની વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન પુરસ્કારનું રજતજયંતિ દરમિયાન આયોજન;
(૭) નિદાન-કૅમ્પ, રક્તદાન શિબિર, નેત્રયજ્ઞ, વસ્ત્રવિતરણ, છાસકેન્દ્ર અને ભૂકંપગ્રસ્તો માટેની પ્રવૃત્તિઓ; (૮) તેમના અમદાવાદના નિવાસની આજુબાજુની ગરીબ વસાહતોમાં ખાદ્યપદાર્થોનું વિતરણ આદિ અનેક લોકોપયોગી પ્રવૃત્તિઓનું સ્મરણ થઈ આવે છે. શ્રીમદ્ રાજચંદ્ર, ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક હોવા છતાં ગાંધીજીએ ‘કર્મઠતા'નો માર્ગ પસંદ કર્યો
અથવા કહો કે શ્રીમના બીજા પાસાને સાકાર કર્યું. લગભગ I રક્તદાનના ઉદ્ઘાટન વેળાએ ડૉ. તથા અન્ય મહાનુભાવો આ જ દિશામાં, નાના પાયે શ્રી આત્માનંદજીનું વલણ રહ્યું છે.
શ્રી આત્માનંદજીની ઓળખાણ હકીકતમાં એમની સમુચ્ચયપ્રવૃત્તિઓ અને તેની સાથે રહેલી પરમાર્થદષ્ટિ છે. ક્યારેક અતિ વ્યસ્તતા અને સર્વત્ર વ્યાપ તેમજ અનેક નાનામોટા અનિવાર્ય-નિવાર્ય કાર્યક્રમોમાં પરિશ્રમપૂર્વક એમની હાજરી જોવા મળે છે, પરંતુ એની પાછળનો એમનો હેતુ એ છે કે એમના સ્વાધ્યાય આદિથી જનસમૂહને પ્રેરણા મળે અને કોઈકના જીવનમાં સત્યધર્મનો ઉદય થાય. | શ્રી આત્માનંદજીને જાણવા-સમજવા માટે બે કેન્દ્રો મહત્ત્વનાં છે. એક છે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા અને બીજું કેન્દ્ર છે ‘દિવ્યધ્વનિ' માસિક. અગાઉ જણાવ્યું છે તેમ કોબા કેન્દ્ર એ એમનો આત્મા છે. એના એક એક વૃક્ષમાં અને એની પ્રત્યેક – એક એક - ડાળીમાં એ ડોકાયા કરે છે. પાયાના પથ્થરથી માંડી શિખર સુધીની યાત્રા છે. સ્વાધ્યાય-હૉલ, જે એમની વાણીથી સદાય ગુંજતો રહે છે. બે નાનકડા રૂમ માટે પોતાના ઘેરથી વાસણો લાવી (જે સંસ્થાને ભેટ આપેલ છે) શરૂ થયેલ આ સંસ્થા વટવૃક્ષ સમાન બની ગઈ છે અને ગુજરાતમાં ગણનાપાત્ર આધ્યાત્મિક સંસ્થામાંની એક ગણાય છે. ૧૯૮૨માં ભોજનાલય, ૧૯૮૪માં સ્વતંત્ર મહિલા ભુવન (શ્રી રસિકલાલ અમરતલાલ શાહના હસ્તે), સંત કુટિર (સાબરકાંઠાના પ્રસિદ્ધ સંત મહાત્મા શ્રી જેશિંગબાવજીના હસ્તે ૫-૯-૧૯૮૪), ૧૯૮૬માં પાર્શ્વનાથ પ્રભુની વીતરાગમૂર્તિની પ્રતિષ્ઠા (ઈડર નિવાસી પંડિત સાકરલાલજીના હસ્તે), વિશ્વપ્રેમ, અધ્યાત્મવિદ્યા અને આનંદમય જીવનના ત્રિવેણી સંગમરૂપ એવા વિદ્યાભક્તિ-આનંદધામનું વિધિવત્ ઉદ્ધાટન ડિસેમ્બર ૧૯૯૧માં સ્વામીનારાયણ પરંપરાના સર્વોચ્ચ સંત, ઉત્તમ સંયોજક, પ્રભાવી સમાજોદ્ધારક એવા પ્રમુખસ્વામી મહારાજના હસ્તે થયું; જે નાનીમોટી અનેક સાંસ્કારિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું છે, જેના મૂળમાં શ્રી આત્માનંદજી છે એવા આ ‘આનંદધામમાં બેઠા હોઈએ તો જાણે
101