________________
an
69
{{{{{{}}
0000
પછીથી તેમણે ડૉ. ૨મેશભાઈને કહેલું : ‘૨મેશભાઈ, સમય આવ્યે ક્ષત્રિય ધર્મનું પાલન કરવું જ જોઈએ. સજ્જનતાનો અર્થ કંઈ નિર્બળતા નથી.’
સત્ય માટે શસ્ત્ર
આવો જ એક બીજો પ્રસંગ જોઈએ. બાપુનગર જનરલ હૉસ્પિટલમાં ડૉ. સોનેજીના યુનિટમાં ડૉક્ટરના સહાયક તરીકે ડૉ. રમેશભાઈ પરીખ હતા. ડૉ. સોનેજીની છત્રછાયા નીચે કામ કરવાની મદદનીશોને ખૂબ મઝા આવતી. વાતાવરણ કેવળ પ્રોફેશનલ (ધંધાકીય) નહીં, સૌહાર્દપૂર્ણ-આત્મીય રહેતું. સૌ ડૉ. સોનેજીની ઇજ્જત કરતા એવો એમનો સ્વભાવ હતો.
એક વખત ડૉ. સોનેજી સવારના રૂટિન રાઉન્ડમાં દર્દીઓને તપાસવા નીકળે તે પહેલાં આઠ-દસ દર્દીઓ બહુ કચકચ કરવા લાગ્યા. ‘અવળ વાણી’ બોલી હેરાન-પરેશાન કરવા લાગ્યા. વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન થયો. મોટે મોટેથી બોલવા લાગ્યા :
“जुलाब ही देना है तो दवा में दे दो न, खाने में क्यूं देते हो ?”
એ વખતે ભોજનમાં દાળ કે શાકમાં સહેજ મીઠું વધારે પડી ગયું હશે એટલે એને નિમિત્ત બનાવી વિકૃત રજૂઆત કરવા લાગ્યા. રજૂ કરવાની ઢબ પણ તદ્દન તોછડી - ઉદ્ધત હતી. આ સમયે પણ ડૉ. રમેશ પરીખ હતા. તેમને ખ્યાલ આવ્યો કે આ બધામાં એક દર્દી નેતા તરીકેનો ભાગ ભજવે છે એટલે તેમણે રાઉન્ડ લેવાનું માંડી વાળ્યું અને વેઇટિંગ રૂમમાં બેસી રહ્યા.
ડૉ. સોનેજી આવ્યા અને મને વૉર્ડમાં ન જોતાં શોધતા શોધતા વેઇટિંગ રૂમમાં આવ્યા અને પૂછ્યું : ‘શું બન્યું છે?’ તેમણે બધી વિગતે વાત કરી.
ડૉ. સોનેજીએ હકીકત પામી ત્વરિત નિર્ણય કરી ઉપરના (વધારાના - જરૂર સિવાયના) બધા દર્દીઓને ડિસ્ચાર્જ કરી દીધા. આમેય તેઓ કેટલાય દિવસોથી ખોટી રીતે પડી રહ્યા હતા. મફતના રોટલા ખાતા હતા.
ડિસ્ચાર્જની અસર એવી થઈ કે ‘જે કહેવું હોય તે આડી રીતે કે ઉદ્ધતાઈથી ન કહેતાં સીધું અને સ્પષ્ટ વિનયથી કહેવું જોઈએ' એવો ખ્યાલ દર્દીઓને આવ્યો.
O.P.D.માં એક નેતા જેવો દર્દી દાદાગીરી કરવા લાગ્યો ત્યારે સીધો જ રસ્તો બતાવી દીધો. તેમણે ડૉ. પરીખને કહ્યું : “શાંત અને સરળનો અર્થ એવો નથી કે સામી વ્યક્તિ ગમે તેમ વર્તી ખોટી દાદાગીરી કરી શકે. એની દાદાગીરી થોડી ચલાવી લેવાય ? જરૂર પડે સત્ય માટે શસ્ત્ર પણ ઉઠાવવું પડે એમાં કશું ખોટું નથી.” ક્ષણ પછી તો પાછા એ મૂળ સંત સ્વરૂપમાં આવી ગયા.
શ્રી આત્માનંદજી એક કરુણામૂર્તિ છે એ આપણે કેટલાક પ્રસંગોમાં જોયું. અન્ય જીવો માટેનો કરુણાભાવ તો આપણને ડગલે ને પગલે જોવા મળશે. સ્વજનો અને મુમુક્ષુઓ માટે એવો ભાવ હોય એમાં આશ્ચર્ય શું ?
ક્યારેક કોઈ મુમુક્ષુ જીવ માંદગીને બિછાને હોય, પોતાના જીવનનો ભરોસો લાગતો ન હોય અને છેલ્લે છેલ્લે શ્રી આત્માનંદજીનાં દર્શન કરવાની ઇચ્છા થાય, તેની જાણ થતાં જ વહેલામાં વહેલી તકે તેઓ ત્યાં પહોંચી જાય અને સત્સંગ કરાવે તેમજ કુટુંબીજનોને આશ્વાસન આપે. કોઈ દંભ નહી-પ્રચાર નહીં. ‘હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું' એ જ સૂત્ર અને એ જ ભાવ. વાતાવરણ આખું જ પલટાઈ જાય અને પ્રસન્નતા વરતાય.
109