________________
તે અર્થે સતત સંશોધન, સત્સંગમાં અતિ ઉત્સાહ, પાંચેય ઇન્દ્રિયના વિષયો પ્રત્યે સહજ વૈરાગ્ય, પરમાત્મા અને સંતોની ભક્તિ થતી હોય ત્યાં કલાકો સુધી એક આસને બેસી રહેવું, હર્ષાશ્રુઓની ધારા વહેવી, ભક્તિપદો-સ્તોત્રોધૂનોનું વારંવાર રટણ અને અનુચિંતન; તે ઉપરાંત જન્મજાત સરળતા, પ્રાણીમાત્રમાં દયાનો ભાવ, ધાર્મિક વૃત્તિવાળા કુટુંબમાં જન્મ અને ઉછેર, ધર્મનિષ્ઠ અને સદ્ગુણવિભૂષિત વ્યક્તિ સાથે દામ્પત્યસંબંધ અને ખાસ કરીને વૈરાગ્યપ્રધાન જૈન અધ્યાત્મશાસ્ત્રોની આવી આત્યંતિક પરિવર્તનકારી અસર અને જ્ઞાન-ધ્યાનની આરાધનામાં આગલા ભવમાં થયેલી સાધનાના અનુસંધાનની અનેક વાર તેમને થઈ આવતી ઝાંખી – આ સર્વે પોષક પરિબળો પૂર્વભવની ઘણી મોટી કમાણીને લીધે છે એમ માનીએ તો તેમાં કંઈ આશ્ચર્ય તો નથી જ; પણ તે વાત આગમસમ્મત અને સુયક્તિયુક્ત છે.
પ્રકૃતિપ્રેમી
બાળક મુકુંદ ૮-૧૦ વર્ષની ઉંમરથી એકલો ફરવા જતો અને રસ્તામાં ચાલતાં ચાલતાં પણ ભક્તિ-પદો રટતો. સામાન્ય રીતે ચાલવાનો માર્ગ, પ્રીતમનગર નિવાસસ્થાન - રેલવેના પાટા - ગુજરાત કૉલેજનું ક્રિકેટ ગ્રાઉન્ડ - રસાલાગ્રાઉન્ડ - એમ. જે. લાયબ્રેરી - વી. એસ. હૉસ્પિટલ અને પાછો પ્રીતમનગરનો પહેલો ઢાળ - એમ રહેતો. તે સમયે (૧૯૪૩ થી ૧૯૫૦) લૉ-કૉલેજની આજુબાજુના વિસ્તારમાં માત્ર ચાર તળાવડીઓ અને થોડા જ મકાનો હતાં. સમર્થેશ્વર મહાદેવનું મંદિર પણ હતું. આ વિસ્તારમાં, એકાંત-વાચન-ભજન-ધ્યાનમાં કલાકોનો સમય વિતાવતો.
નાનપણમાં ઘરના બગીચાના તમામ છોડોને અને તુલસીના છોડોને પાણી પાવાનો તથા પૂ. બાની આજ્ઞા પ્રમાણે ગાયને, કૂતરાને અને ભિખારીને રોટલો આપવાનો રિવાજ હતો. હાઈસ્કૂલમાંથી ટૂર પર લઈ જાય ત્યારે વૃક્ષો પર ચડવાનું, પર્વતો ઓળંગવાનું, ઝરણાં-નદીઓનું સમાગમ કરવાનું ચૂકતો નહીં. વિદેશપ્રવાસ અને નિવાસ દરમ્યાન પણ, સાંજે એકલા કે સમૂહમાં ઉદ્યાન, તળાવ, મ્યુઝિયમ, પ્રાણીસંગ્રહાલય જોવા
પ્રકૃતિપ્રેમી - યાત્રા પ્રવાસ દરમ્યાન જાણવાની ટેવ રાખતો. કોબામાં આવ્યા પછી પ્રકૃતિના ખોળામાં જ રહેવાનું બન્યું છે. પુષ્પો, વૃક્ષો, છોડ, વેલ, પોપટ, કબૂતર, વાંદરા, કૂતરા, કીડી-મકોડા અને આજુબાજુની વનરાજી તેમના જીવનનો જાણે એક ભાગ બની ગયો છે. તે સૌને ભગવાનનું જ સ્વરૂપ જાણી તેમની યથાશક્તિ દેખભાળ-સેવા તેઓ કરી રહ્યા છે. ગુરુકુળનાં બાળકોને તેઓનું સતત વાત્સલ્ય મળે છે.
ભક્તિસંગીતપ્રેમ
આ પ્રકારની યોગ્યતા પૂર્વજન્મના સંસ્કારોની ભેટ ગણવી જોઈએ; કારણ કે ૧૦ વર્ષની ઉંમરે, સંગીતના વર્ગમાં, સંગીતનાં શિક્ષક બહેન આ વિદ્યાર્થીને જ કવિતાઓ અને પદો ગાવાની આજ્ઞા આપતાં. જ્યારે તે ગાતો
Jain Education Intematonal
For Private & Personal Use Only
www.jainelibrary.org