________________
૫. શ્રીમદ્ રાજચંદ્રની જીવનસાધના
શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને કવન વિશે જોકે અનેક પુસ્તકો લખાયાં છે પરંતુ પરમ શ્રદ્ધેય શ્રી આત્માનંદજી-લિખિત આ લઘુ પુસ્તિકામાં, શ્રીમદ્ જેવા પ્રજ્ઞાવંત | થી
શ્રીમદ રાજચંદ્રની જીવનસાધના યુગપુરુષના પ્રભાવશાળી વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓનું સંક્ષિપ્ત, મુદ્દાસર અને સરળ ભાષામાં નિરૂપણ થયું હોવાથી વાચક વર્ગને, ખાસ કરીને વિદ્યાર્થીઓને તથા યુવાનોને ઘણી જ ઉપયોગી થઈ પડે તેમ છે.
સૌપ્રથમ આ પુસ્તિકા શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયેલ. શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન-પ્રસંગો, તેમના સંપર્કમાં આવનાર મહાનુભાવો સાથેના પરિચય-પ્રસંગો અને તેમના દિવ્ય બોધનું ટૂંકમાં, મુદ્દાસર અને રસપ્રદ શૈલીમાં આલેખન કરેલ છે. એક લઘુ પુસ્તિકારૂપે આ કૃતિને હંમેશાં સાથે રાખી, શ્રીમદ્રના જીવનનું અવારનવાર વિહંગાવલોકન કરી, તેમાંથી નિરંતર પ્રેરણા લઈ શકાય એવી ક્ષમતા તેમાં રહેલી છે.
વર્તમાન આવૃત્તિ ત્રીજી, કુલ પુસ્તકસંખ્યા ૬,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૪૮.
ધીમદ્ રાજચંદ્ર નાખ્યાત્મિક સાધના કેન્દ્ર રીતે કોઈ ગમી તે જ પાલull
Path to Righteousness
૬. નૂતન વર્ષાભિનંદન પુસ્તિકાઓની શ્રેણી
છેલ્લાં એકવીસ વર્ષોથી સંસ્થા દ્વારા પ્રકાશિત થતી આ પુસ્તિકાઓ દેશવિદેશમાં સર્વત્ર ખૂબ આવકાર પામી છે. મોંઘાં દિવાળી કાર્ડ કે જે ફેંકી દેવામાં આવે છે, તેના કરતાં સર્વોપયોગી અને સંસ્કારસિંચક આ પુસ્તિકાઓ તદ્દન સાધારણ કિંમતે મોટી સંખ્યામાં બહાર પાડવામાં આવે છે. સરળ, સાત્ત્વિક અને રસપ્રદ વાચન દ્વારા સુવિચારોના પ્રસારનું મુખ્ય ધ્યેય આ પુસ્તિકાઓના પ્રકાશનમાં રાખેલ છે.
| પૃષ્ઠસંખ્યા ૪૦.
Saints
ct of Happy New Year
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
કી નારના
૭. અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
આ કૃતિમાં અર્વાચીન જૈનદર્શન અને જૈન સમાજના સર્વતોમુખી વિકાસને માટે છેલ્લાં બસો વર્ષોમાં મૌલિક, વ્યાપક અને વિવિધલક્ષી તેમજ અખિલ ભારતીય કક્ષાનું યોગદાન કર્યું હોય, તેવી અગ્રગણ્ય વિભૂતિઓના (આચાર્યો, મહાન સાધકો, સાહિત્યકારો, સમાજસેવકો, દાનવીરો વગેરેના) જીવન સંબંધી, પ્રેરક અને ઐતિહાસિક માહિતી આપીને, ફોટાઓ સહિત, તેમના ગુણાનુવાદ કરેલ છે. સમસ્ત જૈન સમાજની વર્તમાન પેઢીને તેના જીવનઘડતર માટે સમયોચિત, ઉત્તમ અને લાભદાયી પ્રેરણા આ ગ્રંથમાંથી મળી રહે એ મુખ્ય આશય છે. ઉત્તમ સદ્ગુણોનો બહુઆયામી વિકાસ રોજબરોજના જીવનમાં કેવી રીતે કરવો, તે માટેનું પ્રયોગસિદ્ધ પાથેય પણ આ જીવનચરિત્રોના વાચન દ્વારા આપણને મળે છે.
કુલ પુસ્તકસંખ્યા ૩,000, પૃષ્ઠસંખ્યા ૨૮૦.
જ થી સાત-સંતા-સાધના કેન્દ્ર, કોબા,
186.
Jain Education International
For Private & Personal use only.
www.jalnelibrary.org