________________
૨. મહાપુરુષોના પ્રેરક પ્રસંગો, નિર્દોષ હાસ્ય અને રોજબરોજના જીવનમાં ઉપયોગી, રસપ્રદ અને
પ્રેરક પાથેય પીરસવામાં આવે છે. વિશાળ વાચકવર્ગને પહોંચી શકાય તે હેતુથી માત્ર ૪૦ પાનાંનું વાચન, પડતર કિંમતે કે તેનાથી ઓછી કિંમતે વાચકોને પહોંચાડવામાં આવે છે. સામાન્ય વાચકને અપીલ કરે તેવું બહુરંગી, આકર્ષક અને અર્થસભર ટાઇટલ પેજ રાખવામાં આવે છે. સમસ્ત ભારતમાં અને દેશ-વિદેશમાં પહોંચી શકે તે માટે યોગ્ય, સેવાભાવી વિતરક ભાઈ
બહેનોનો સહયોગ મેળવવામાં આવે છે. ૫. યથાસમય અંગ્રેજી-સંસ્કરણ પણ બહાર પાડવામાં આવે છે.
ઈ.સ. ૧૯૮૨થી શરૂ કરેલ આ સુંદર કાર્યના ફળરૂપે આ પુસ્તિકાઓની માગ વર્ષો વર્ષ વધતી વધતી આજે વાર્ષિક ૬૦ થી ૭૦ હજાર સુધી પહોંચી ગઈ છે. છેલ્લાં થોડાં વર્ષો દરમ્યાન પ્રકાશિત થયેલી આ દિવાળી પુસ્તિકાઓનાં નામ અત્રે નમૂનારૂપે આપેલ છે.
વર્ષ
૧. ૨૦૦૦-૦૧ ૨. ૨૦૦૧-૦૨ ૩. ૨૦૦૨-૦૩ ૪. ૨૦૦૩-૦૪ ૫. ૨૦૦૪-૦૫ ૬. ૨૦૦૫-૦૬ ૭. ૨૦૦૬-૦૭
નામ જીવન અંજલિ જીવન સૌરભ જીવન રત્નાકર જીવન ગંગા જીવન સફર જીવન પરિમલ જીવન સાફલ્ય
વિશેષ નોંધ :
આ ઉપરાંત ઉપયોગી કૅલેન્ડર, વિવિધ સુવાક્યોના સ્ટિકર્સ, મંત્રલેખનની નોટબુકો, મહાપુરુષોના ચિત્રપટો, મંત્રજાપ માટેની માળાઓ આદિ ભક્તિપ્રેરક અને સાધકોને ઉપયોગી અન્ય સામગ્રી પણ ઉપલબ્ધ છે.
| 195
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org