________________
૧૬. સાધક-ભાવના
સાધકને સર્વતોમુખી આધ્યાત્મિક પાથેય આ પુસ્તકમાંથી પ્રાપ્ત થઈ રહે છે. સાધક-ભાવના આ પુસ્તક પરમ શ્રદ્ધેય શ્રી આત્માનંદજીએ, એક પ્રાચીન સંસ્કૃત સ્તવન અને એક અર્વાચીન સર્વમાન્ય પ્રાર્થના - એમ બે લઘુકૃતિઓ ઉપર આપેલાં પ્રયોગલક્ષી પ્રવચનોના સંપાદનના આધારે તૈયાર કરેલ છે. તેમાંથી પ્રભુ-ગુરુ-ભક્તિ, પ્રાર્થના, પ્રાયશ્ચિત્ત, કષાય-વિજય, વિશ્વમૈત્રીની ભાવના અને ધ્યાન તથા સમત્વના અભ્યાસ ઉપર બહુમુખી અને રોજબરોજના જીવનમાં ઉપયોગી પાથેય પ્રાપ્ત થાય છે.
વર્તમાન આવૃત્તિ પાંચમી, કુલ પુસ્તકસંખ્યા ૮,૫૦૦, પૃષ્ઠસંખ્યા ૧૨૩.
૧૭. અધ્યાત્મપાથેય
પ.કૃ. શ્રીમદ્જીના ઉત્તમ કોટિના ગદ્ય સાહિત્યમાંથી ચૂંટેલાં પ્રકીર્ણ ૧૦૮ ઉપદેશ-વચનો તથા પરમ શ્રદ્ધેય શ્રી આત્માનંદજીનાં છેલ્લાં ૨૫ વર્ષની વિશિષ્ટ, પ્રબુદ્ધ અને સતત સાધનાનું પ્રતિબિંબ પાડતાં પ્રકીર્ણ બોધવચનોને આ ગ્રંથમાં સંકલિત કરેલ છે; જે વિવિધ કક્ષાના મુમુક્ષુઓને પોતપોતાની પાત્રતા અનુસાર દીવાદાંડી સમાન દિગ્દર્શન કરાવે તેવાં છે. સત્સંગ, સત્શાસ્ત્ર, ભક્તિ, પ્રત્યક્ષ જ્ઞાનીની ઓળખાણ તેમજ સમર્પણ, સત્પાત્રતાની ઉપયોગિતા, આત્મજ્ઞાનની પ્રાપ્તિના સરળ સહજ ઉપાયો આદિ અનેક સાધકોપયોગી વિષયો ઉપર આ વચનો અધિકૃત અને સર્વાંગી પ્રકાશ પાડે છે.
વર્તમાન આવૃત્તિ પહેલી, કુલ પુસ્તકસંખ્યા ૩,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૮૪.
૧૮. અધ્યાત્મના પંથની યાત્રા
પરમ શ્રદ્ધેય શ્રી આત્માનંદજી વિરચિત આ પુસ્તકમાં યુગપુરુષ પરમતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃતમાંથી ચાર પત્રો ચૂંટીને તેમના ઉપર વિશેષ વિચારણા કરીને આલેખન કરવામાં આવેલ છે. વિવેચકશ્રીએ દરેક પત્રાંકના પ્રારંભમાં તેનો ટૂંકો સાર ભૂમિકારૂપે આપ્યો છે, જેથી સમજવાનું સરળ બને અને પૂર્વાપર સંબંધ જળવાઈ રહે. આ પુસ્તક મુમુક્ષુઓને સાધના માટે ઘણું ઉપયોગી પાથેય પૂરું પાડે છે. વર્તમાન જીવનમાં મુમુક્ષુપણું અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષમાર્ગમાં આગળ વધવા માટેનાં અનેક પાસાંઓને પ્રયોગસિદ્ધ શૈલીમાં આ ગ્રંથમાં રજૂ કરેલ છે.
વર્તમાન આવૃત્તિ બીજી, કુલ પુસ્તકસંખ્યા ૬,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૯૯
Jain Education International
190
For Private & Personal Use Only
વિશ્વ પૂજય શ્રી રામાનંદજી
"अध्यात्म पाथेय
Chalking
alang en quéculches zution Bog III Sem30
અધ્યાત્મના
થની યાત્રા
www.jalfhellLlty org