________________
આ ગ્રંથની અત્યાર સુધી અનેક આવૃત્તિઓ અને અંગ્રેજી (Aspirant's Guide) અનુવાદ પણ બહાર પાડેલ છે; તે જ તથ્ય તેની ઉપયોગિતા અને દેશ-વિદેશમાં તેની લોકપ્રિયતાનું દ્યોતક છે.
વર્તમાન આવૃત્તિ સાતમી, કુલ પુસ્તકસંખ્યા ૨૦,૫૦૦, પૃષ્ઠસંખ્યા ૩૨૬.
સાધના સોપાન આમોગતિનો ક્રમ
મામ તો પણ
વિચાર
IT Hલા
૧૧. સાધના સોપાન
આ નાના ગ્રંથમાં પ્રાથમિક અને મધ્યમ કક્ષાના સાધકે કઈ રીતે સાધનાક્રમ અપનાવવો, કે જેથી તે ક્રમશઃ એક પછી એક સોપાનો ચઢતો ચઢતો પોતાના પરમાર્થલક્ષ એવા આત્મસાક્ષાત્કારને પામે તે દર્શાવ્યું છે. આ દશા પ્રાપ્ત કરવાથી જ સહજ અતીન્દ્રિય આનંદ અને પરમ શાંતિનો અનુભવ થાય છે. આ માટેની ઉપયોગી માહિતી અને જીવનપ્રયોગોનો સુનિશ્ચિત ક્રમ સુંદર અને સરળ ભાષામાં શ્રેણીબદ્ધ રીતે સમજાવ્યો છે. સત્સંગ - સ્વાધ્યાય - ગુણજિજ્ઞાસા – પ્રભુભક્તિ - આત્મવિચાર – આત્મસાક્ષાત્કાર આમ પાંચ ખંડમાં વિભાજિત આ સાધનાનાં સોપાનોનું વિવેચન ખૂબ સરળ અને પ્રેરક શૈલીમાં પરમ શ્રદ્ધેય શ્રી આત્માનંદજીએ કર્યું છે. દરેક ખંડને અનુરૂપ પરિશિષ્ટમાં, સમસ્ત ભારતીય વાડમયમાંથી, વિવિધ મહાત્માઓના ઉપદેશને પણ અવતરિત કરીને તેને માહિતીસભર અને અધિકૃત બનાવ્યો છે.
વર્તમાન આવૃત્તિ છઠ્ઠી, કુલ પુસ્તકસંખ્યા ૧૧,૮૦૦, પૃષ્ઠસંખ્યા ૭૫.
-પૂ, શ્રી રામાનંદજી "
|
શ
ક મ
ણ કી
૧૨. સંસ્કાર, જીવનવિજ્ઞાન અને અધ્યાત્મ
ગ્રંથકર્તાએ આ કૃતિને ત્રણ ખંડમાં વિભાજિત કરેલ છે. તેની વિશેષતા એ છે કે સંસ્કાર, જીવíવજ્ઞાન માનવજીવનની ઉન્નતિ માટેનાં લગભગ તમામ પાસાંઓને તેમાં આવરી લેવાયાં છે.
અિત અદયાત્મ પરિણામે, એક સામાન્યમાં સામાન્ય માનવીથી માંડીને ઉચ્ચસ્તરીય સાધકો, એટલું જ નહીં, પ્રજ્ઞાવાન પુરુષોને પણ ઉપયોગી થાય એવું વૈવિધ્યપૂર્ણ, સાત્ત્વિક અને તાત્વિક પાથેય અહીં પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
| ‘સંસ્કાર' નામનો પ્રથમ ખંડ વાંચનારને પોતાનું જીવન ઉન્નત બનાવવાની પ્રેરણા આપે છે. “જીવનવિજ્ઞાન” નામનો બીજો ખંડ આત્માભિમુખ બનેલા જિજ્ઞાસુને પ્રેમભક્તિ, જ્ઞાન અને ધ્યાનની કેડીએ આગળ વધવા અને જીવનને ઊર્ધ્વગામી બનાવવા માટે વૈવિધ્યપૂર્ણ અને વિપુલ માર્ગદર્શન પૂરું પાડે છે. “અધ્યાત્મ' નામનો ત્રીજો ખંડ તેના નામને અનુરૂપ ચિત્તવૃત્તિને નિજ ચૈતન્ય ભણી લઈ જવા માટે પરમ ઉપકારી એવાં રહસ્યમય, ગુરુગમયુક્ત અને અનુભવસિદ્ધ વિવિધ સાધનોનો અંગુલિનિર્દેશ કરે છે, જે સાધકના હૃદયને ભાવવિભોર બનાવી દે છે. દરેક સાધકનું અંતિમ ધ્યેય પણ આ જ છે.
ટૂંકા પરંતુ માર્મિક સચોટ મુદ્દાઓમાં વિષયનું નિરૂપણ તે આ ગ્રંથની વિશિષ્ટતા છે અને સાથે સાથે
188
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org