________________
૮. પુષ્પમાળા
પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ કિશોરાવસ્થામાં લખેલી એવી આ ઉપયોગી અને સરળ કૃતિ છે.
૧૦૮ જીવનપ્રેરક સુવાક્યો દ્વારા, દરેક મનુષ્યને જીવનઉન્નતિમાં માર્ગદર્શક થાય તેવું વૈવિધ્યપૂર્ણ પાથેય તેમાં પીરસેલું છે.
વર્તમાન આવૃત્તિ ચોથી, કુલ પુસ્તકસંખ્યા ૭,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૩૧.
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીતા
પમ્પમાળા
( અધ્યાત્મપ્રેરક
૯. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - હસ્તલિખિત
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું નાની પુસ્તિકારૂપે મુદ્રણ તો અનેક વાર થયું છે; પરંતુ આ પ્રકાશનની વિશિષ્ટતા એ છે કે “શ્રી આત્મસિદ્ધિ’ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના મૂળ હસ્તાક્ષરોમાં મુદ્રિત હોવાથી, તેમજ ખૂબ જ આકર્ષક અને નયનરમ્ય મુદ્રણ થયું હોવાથી શ્રી આત્મસિદ્ધિ પારાયણમાં એક દિવ્ય ભાવ-વૃદ્ધિનું તે કારણ બને છે. શ્રી અંબાલાલભાઈ દ્વારા લખાયેલા સંક્ષિપ્ત-અર્થ (જે પરમકૃપાળુદેવની નજર તળેથી પસાર થયેલ) દરેક ગાથાની સાથે આપેલ હોવાથી અર્થને અનુસરી પારાયણ કરવામાં ઘણું ઉપયોગી બને છે.
વર્તમાન આવૃત્તિ પહેલી, કુલ પુસ્તકસંખ્યા ૩,000, પૃષ્ઠસંખ્યા ૧૪૨.
હીપ શજ
રાજન[/ન.
ક
૧૦. સાધક-સાથી
દરેક કક્ષાના સાધકને મુમુક્ષુતાથી માંડી આત્મજ્ઞાન સુધીના સાધનામાર્ગમાં નિરંતર એક એવા સાથીની જરૂર હોય છે કે જે સંત-સમાગમના અભાવમાં પણ અત્યંત જીવનોપયોગી અને આત્મલક્ષી માર્ગદર્શન આપતો રહે. આવા જ ઉત્તમ સાથીની ગરજ સારે છે પરમ શ્રદ્ધેય શ્રી આત્માનંદજી-લિખિત સગુણોના ભંડારરૂપ આ ગ્રંથ ‘સાધકસાથી.” સ્વભાવે અભેદરૂપ એવા આત્મતત્ત્વની પ્રાપ્તિ માટે ભેદરૂપ તથા અનેક સદ્ગુણોની પ્રાપ્તિ માટે આવશ્યક સર્વાગી પાથેય અહીં પૂરું પાડેલ છે. આત્મજ્ઞાનના પાયારૂપ આવા અનેક સાત્ત્વિક અને તાત્ત્વિક સદ્દગુણોનું સ્વતંત્ર પ્રકરણોમાં આલેખન - તેની સમજણ, તેનું ફળ અને તેનો મહિમા દર્શાવી તે ગુણો આચરણમાં પણ મૂકી શકાય તે માટેનું પ્રેરણાબળ આપતા ઐતિહાસિક ચરિત્ર-પ્રસંગો દરેક પ્રકરણના અંતમાં મૂક્યા હોવાથી વાચન અત્યંત રસપ્રદ અને વિશદ છતાં સુગમ બની રહે છે.
છે 187
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org