________________
૧૯. બારસ અણુવેક્ખા
વૈરાગ્યની વૃદ્ધિ માટે જૈન પરંપરામાં બાર ભાવનાઓ ખૂબ જ ઉપયોગી અને પ્રચલિત છે. આ ગ્રંથમાં આચાર્યપ્રવર શ્રી કુંદકુંદસ્વામીએ માત્ર ૯૧ ગાથાઓમાં લખેલ, અધિકૃત અને સાધકોપયોગી બાર ભાવનાઓ મૂળ પ્રાકૃતમાં તથા હિંદી અને ગુજરાતી પદ્યાનુવાદ તથા ગદ્યાનુવાદ સહિત પ્રકાશિત કરેલ છે. વૈરાગ્યની સાથે અધ્યાત્મજ્ઞાનને સુંદર રીતે વણી લેતી આ કૃતિ, હિંદી-ગુજરાતી સાધકોને માર્ગદર્શક અને પરમ ઉપકારી છે.
વર્તમાન આવૃત્તિ પહેલી, કુલ પુસ્તકસંખ્યા ૨,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૯૬. (હાલ અનુપલબ્ધ)
૨૦. દ્રવ્ય સંગ્રહ પ્રશ્નોત્તરી ટીકા
મૂળ લેખક : અધ્યાત્મયોગી ન્યાયતીર્થ પૂ. શ્રી મનોહરલાલજી વર્ણીજી મહારાજ.
ગુજરાતી અનુવાદક : પરમ શ્રદ્ધેય શ્રી આત્માનંદજી.
હિંદી પ્રશ્નોત્તરી ટીકામાં મૂળ ગાથાઓ તથા તેની સંસ્કૃત ટીકાના આધારે અનેક ઉપયોગી વિષયોને, મૂળ ગ્રંથના આશયને, વિશદ રીતે છતાં સરળતાથી સમજાવવામાં આવેલ છે. પરમ શ્રદ્ધેય શ્રી આત્માનંદજીએ પણ ગુજરાતી અનુવાદ કરતી વખતે મૂળ હિંદી ટીકાનો આશય સર્વથા જળવાઈ રહે તેનો લક્ષ રાખ્યો છે. પાયારૂપ જૈન તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવા અને ધર્માચરણનાં વિવિધ પાસાંઓને સમજવા માટે આ એક સુંદર ગ્રંથ છે.
વર્તમાન આવૃત્તિ પહેલી, કુલ પુસ્તકસંખ્યા ૩,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૪૧૮, (હાલ અનુપલબ્ધ)
ભક્તિ-વિષયક
૨૧. દૈનિક ભક્તિક્રમ
૧૯૯૨માં પ્રથમ પ્રકાશિત થયેલા આ ગ્રંથની સંશોધિત અને પરિવર્ધિત તૃતીય આવૃત્તિ એપ્રિલ ૨૦૦૨માં પ્રગટ થઈ છે; જે સાધના કેન્દ્રના કાયમી સાધકોને તેમજ સાધકોના અન્ય વિશાળ વર્ગને માટે પણ એક અનોખી દેન છે. વિદ્યા-ભક્તિ-આનંદના ધામરૂપ આ કેન્દ્રમાં રોજ સવારે અને સાંજે જે એક સુવ્યવસ્થિત, ભાવવાહી, સંગીતબદ્ધ, તાત્ત્વિક અને બહુમુખી જીવનવિકાસલક્ષી ભક્તિક્રમ ગોઠવાયો છે, તે આ પુસ્તકમાં ઉપલબ્ધ છે. રવિવારથી શનિવાર સુધીનો એક સુનિશ્ચિત ભક્તિક્રમ એ રીતે ગોઠવાયો છે, કે જેથી ભક્તિના બધા પ્રકારોને આવરી લઈ પરાભક્તિ સુધી લઈ જાય તેવા અનેક મહાપુરુષો રચિત પદો, ભજનો, ધૂનો તથા પ્રાર્થનાઓનો એમાં સમાવેશ કરેલ છે; જે સાધકના હૃદયને ભાવવિભોર કરે છે. જ્યારે સાધના કેન્દ્રથી દૂર હોઈએ ત્યારે પણ આ ગ્રંથ સાથે રાખવાથી ભક્તિમાર્ગની સાધનાનું સાતત્ય જાળવવામાં સરળતા રહે છે અને આત્મોન્નતિનું કારણ બને છે. નવી આવૃત્તિમાં વધારાના કુલ લગભગ ૧૦૦ લોકપ્રિય, ભાવવાહી, રસપ્રદ અને ગેય ભક્તિપદો ઉમેરવાથી તેની ઉપયોગિતા વિશાળ વાચનવર્ગ સુધી પહોંચાડવાનો સ્તુત્ય પ્રયત્ન કરવામાં આવ્યો છે.
વર્તમાન આવૃત્તિ ત્રીજી, કુલ પુસ્તકસંખ્યા ૩,૫૦૦, પૃષ્ઠસંખ્યા ૩૬૮.
Jain Education Intemational
191
For Private & Perapral Use Only
દૈનિક ભક્તિમ
www.jalnelibrary.org