________________
૧૯૭૮ની આસપાસ એક વખત મદ્રાસનાં અમારા ઘરમાં અમારા આગ્રહથી જ્યારે તેમણે બાળસહજ નિખાલસતાથી તેમના ‘આત્મસાક્ષાત્કાર'નો પ્રસંગ વર્ણવ્યો ત્યારે અમે સર્વે કુટુંબીજનો રોમાંચિત થઈ ઊઠ્યા અને મેં તેમને મનોમન મારા ગુરુ તરીકે નિર્ધારિત કર્યા. - અનેક સગુણોથી ગરિમાયુક્ત તેમની પ્રતિભા, છતાં વાતચીત કે કોઈ પણ કાર્યમાં તેઓ આપણામાંના જ એક હોય એવું અત્યંત નિર્દભ વ્યક્તિત્વ ઊપસી આવે. ઘણી જ ઊંચી ડૉક્ટરની ડિગ્રીઓ, પરંતુ દેખાવમાં એક સરળ, સાદગીભર્યું, ભક્તિમય વ્યક્તિત્વ; ઘણો ગહન અને વિશાળ શાસ્ત્રાભ્યાસ તેમજ તીવ્ર સ્મરણશક્તિ, પરંતુ મુખ પર અહંકારની લેશમાત્ર છાંટ નહીં. તેમની નિશ્રાની કૃપા હંમેશાં મળતી રહે એવી પ્રભુને પ્રાર્થના.
આદ. શ્રી જ્યોતિબા કલ્યાણજીભાઇ શાહ, કોબા
સિદ્ધાંત અને શાસ્ત્રમાં પારંગત તો કેટલાંય દેખાય છે, પણ પૂર્વનું આરાધકપણું લઈને જ જન્મેલ અને એક પરમાર્થ-લક્ષ્યથી આ જીવન પૂર્ણ કરવા ઇચ્છતા પૂજ્યશ્રી આત્માનંદજી જેવા બહુ ઓછા દેખાય છે. બાહ્યથી પરદેશની ડૉક્ટરીની ડિગ્રી મેળવીને ગૃહસ્થાશ્રમની ફરજ બજાવતા અને વ્યવસાયમાં હોવા છતાં અંતરનો રંગ કંઈક જુદો જ હતો. અંતરની લગની, પૂર્ણ આનંદની પ્રાપ્તિ માટેની સાધના. હૃદય માખણ જેવું કોમળ અને ભક્તિના તાર સદાય ઝણઝણતા રહેતા. પ્રવચન દરમ્યાન શ્રી સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, સમાધિશતકની ગાથાઓ વિષયને અનુસાર હૃદયમાંથી પ્રવહે છે તે તેઓની પરમ શ્રદ્ધા પ્રગટ કરે છે. અનેક આચાર્યો અને સંતોને મળતા જ રહ્યા. જેની પાસે જે આત્મિક વૈભવ હતો તે વિનયી બની, તૃષાતુર બની પીતા જ રહ્યા.
| સ્વ-પર શ્રેયના પાટા પર ગાડી હંકારી. પોતાની અંગત સાધના ગૌણ ન થાય એની ખૂબ કાળજી રાખતા. ભક્તિના સમયે ધ્યાનની એકાગ્રતા ઘણી વાર લાગી જાય. ગુણોનો ઉત્તરોત્તર વિકાસ જીવનમાં ભાયમાન થયો. ધીરેસે બોલો, પ્રેમસે બોલો, આદર દેકર બોલો, ઔર જરૂરત હૈ ઇતના હી બોલો' – એમના જીવનમાં એ ચરિતાર્થ કર્યું. દોષ બતાવવાની રીત એમની કંઈ અનોખી જ છે. દિલ દુભાય એવા શબ્દો કયારેય બોલતા નથી. ઉન્નતગિરિના એ પથિકને મારા કોટી કોટી નમસ્કાર.
શ્રી ચંદ્રકાંતભાઈ તથા શ્રી માલતીબહેન શાહ, અમદાવાદ
“સત્પુરુષની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું. તેની મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં.” (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૧૭૨).
પરમ કૃપાળુદેવનાં આ વચનોનું અમલીકરણ પૂજ્યશ્રીના જીવનપ્રસંગમાં જોવાની અમને એક ઉત્તમ તક મળી અને તે દ્વારા અમારા જીવનનું સાર્થક્ય કરવાની અપૂર્વ પ્રેરણા મળી.
પ્રત્યક્ષ સતપુરુષના જીવનમાં જે પ્રસંગ બન્યો તેનો હું મૂક સાક્ષી છું. આશરે ૨૦ વર્ષ પહેલાં એક અદ્ભુત પ્રસંગ બની ગયો, કે જેના દ્વારા સમાધિમરણ કરવાનો પ્રયોગ પ્રત્યક્ષ જોવા મળ્યો.
પૂજ્યશ્રીના ખોરાકમાં કોઈ એવી વસ્તુ આવી ગઈ કે જેથી શરીરમાં વિકૃતિ આવી ગઈ. સખત તાવ અને ઝાડા થવાથી ઘણી જ અશક્તિ આવી ગઈ. લૂકોઝના બાટલા ચઢાવ્યા. ઇંજેક્શન પણ આપ્યું - સારવાર ચાલુ થઈ ગઈ હતી તે દરમ્યાન સાહેબજીના શરીરમાં વિપરીત અસર થઈ. ઠંડી ખૂબ ચડી, શરીર ખેંચાવા લાગ્યું. તે સમયે
પીીિ
હીિ 1560 કવિતા / હesels / We
'seless