Book Title: Hirde me Prabhu Aap
Author(s): Jayant Modh
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 184
________________ શ્રી અનિલભાઈ વીરજીભાઈ સોનેજી (પૂજ્યશ્રીના નાનાભાઈ), અમદાવાદ ગંભીર માંદગી વખતે પણ તેઓ ખૂબ ધીરજપૂર્વક વેદના સહી શકતા અને આત્મસ્મરણમાં સતત રહેવાનો પ્રયત્ન કરતા. કુટુંબનાં કાર્યોમાં કુટુંબના સભ્યોને તથા સંસ્થાના કાર્યોમાં કાર્યકરોને સાથે રાખીને કામમાં પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરે. નાની વ્યક્તિનું પણ યોગ્ય સન્માન જળવાય તેની તકેદારી રાખે. વિદ્વાન વ્યક્તિઓ તથા શૂરવીર વ્યક્તિઓ તરફ અહોભાવ અને તેમનું યોગ્ય સન્માન કરવાની ભાવના. ટીકામાં સત્યનો અંશ હોય તો સ્વીકારવાની તૈયારી – ટીકા કરનાર માટે કડવાશ નહીં રાખવાની આદત છતાં સત્યનો આગ્રહ ......... ટીકાકારોથી ડરીને પોતે પોતાના માર્ગમાંથી ચલિત નહીં થવું તેવી વૃત્તિ અને તેનો અમલ....... ટીકાકારોને સત્ય સમજાવવાની તૈયારી અને ધીરજ. કૌટુંબિક એકતા જળવાય અને વિકસે, કુટુંબમાં ધાર્મિક સંસ્કારો વધે, સાંસ્કૃતિક અને શિષ્ટ સાહિત્યના વાચનમાં અભિરુચિ વધે તે માટેના પ્રયાસો, કુટુંબના સભ્યો વડીલોને આદર આપતા થાય અને નાનાઓનું સન્માન જાળવે, વડીલોનો ગુણસ્વીકાર કરે, સારી પ્રણાલિકાઓ જળવાય અને વિકસે તે માટેના પ્રયાસો. નાનાં કામો પણ જાતે કરવાં; સાદગીપૂર્ણ અને ઉચ્ચ વિચારોયુક્ત જીવન જિવાય તે માટે પ્રયાસો. સ્વામી શ્રી અમૃત કૈવલ્ય, સુરેન્દ્રનગર કોબાતીર્થે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રના પ્રેરક, સંસ્થાપક અને અધિષ્ઠાતા એવા શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી મહારાજ ખરેખર એક ધર્માત્મા અને મહાન આત્મા છે. તેમના પરિચયમાં વીસ વર્ષથી છું. સને ૧૯૭૮માં ઘાટકોપરની એક જ્ઞાનશિબિરના પ્રવચનમાં તેમને સાંભળ્યા ત્યારથી તેમના પ્રત્યે આકર્ષણ થયું. મેડિકલ લાઇનની વિદેશની ઊંચામાં ઊંચી ડિગ્રીના ધારક આ કન્સલ્ટિગ ડૉક્ટર, આવી આત્માના રોગ મટાડનાર આધ્યાત્મિક વાતોને સાદી, સરળ અને રોચક ભાષામાં મધુર કંઠે સમજાવે છે તે જોઈ ઘણું આશ્ચર્ય થયું. આત્માનંદજીમાં સર્વ પ્રત્યે મૈત્રીભાવ, સર્વ ધર્મો પ્રત્યે સમભાવ અને નિઃસ્પૃહતા, નિર્દોષતા, દયા, શાંતિ, માધ્યસ્થભાવ, ક્ષમા, નિરભિમાનપણું, સરળતા આદિ સદ્દગુણો એવા એકરૂપ થઈને રહ્યા છે કે જેથી તેઓ અજાતશત્રુ બની ગયા છે. શ્રી પ્રાણલાલ ચુનીલાલ શાહ, અમદાવાદ મારા જેવા માણસને પ્રેરણાનું બળ મળતું રહે એ જ અપેક્ષા છે. આપની પ્રેરણાના બળે, હું તદ્દન નાનો પણ સાચો માનવી બની, સંસ્થા, સંતો અને સાધકોની મારા આત્મકલ્યાણ અર્થે યથાશક્તિ સેવા કરી શકું એ જ અભિલાષા છે, જે મારી ફરજનો ભાગ ગણાશે. જીવનની સંધ્યાએ પહોંચેલાઓએ રોષકાળના સઘળા સમયનો ઉપયોગ આત્મકલ્યાણ માટે કેવી રીતે કરવો તે જ જોવું હિતકારી જણાય છે. આપ એ માટે સતત પ્રેરણા અને બળ આપતા રહો, તેમજ આ માટે આપનું સાન્નિધ્ય સતત રહ્યા કરો એ જ પ્રભુને પ્રાર્થના છે. 168 Juin Education International For Private Personal use only www.altellinary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244