________________
સંસ્થાના વિકાસ, ઇતિહાસ-પ્રવૃત્તિઓ તેમજ તેના આદ્યસ્થાપકના પ્રેરક વ્યક્તિત્વ અને કૃતિત્વની ઝાંખી કરાવતી વિવિધ તસવીરો પ્રસ્તુત કરવામાં આવી હતી.
જ્ઞાનામૃત-ભક્તિ-મહોત્સવ
આપણે ઈ.સ. ૧૯૪૭માં રાજકીય સ્વતંત્રતા તો મેળવી, પણ માનસિક અને સાંસ્કારિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, લાલબહાદુર શાસ્ત્રી, ડૉ. એસ. રાધાકૃષ્ણન, શ્રી રાજગોપાલાચાર્ય, શ્રી મોરારજી દેસાઈની કે શ્રી વિનોબાજીની વિચારધારાને કે જીવનપ્રણાલીને આપણે બિરદાવીએ છીએ ખરાં ? અહિંસા, કરુણા, રાષ્ટ્રપ્રેમ, દેશસેવા, સાદું જીવન, ઉચ્ચ વિચાર અને આપણાં સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી માટે જાગ્રત છીએ ?
સામાન્ય ભારતીય નાગરિકો તરીકે આપણે ઉપરોક્ત મૂલ્યોને જાળવવાના છે અને સ્વ-પરકલ્યાણની વૃદ્ધિ થાય તેવો પ્રયત્ન કરવાનો છે.
૧.
૨.
3.
૪.
૫.
ઉપરોક્ત વિચારધારાને અનુરૂપ જીવન જીવવાની અને અન્યને પણ તે દિશામાં માર્ગદર્શન આપવાની પ્રવૃત્તિ છેલ્લા લગભગ ૩૦ વર્ષથી ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં ‘કોબા’ ગામ નજીક ‘શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ'માં ચાલી રહી છે.
૬.
જ્ઞાનામૃત ભક્તિ મહોત્સવ
આવી કાર્યવાહી કરવા માટે છેલ્લા બાર મહિના (ડિસેમ્બર ૨૦૦૫ થી ડિસેમ્બર ૨૦૦૬)થી જ્ઞાનામૃતભક્તિ-મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. જેમાં નીચે જણાવેલ પ્રવૃત્તિઓ સામેલ કરવામાં આવી છે :
નિબંધસ્પર્ધાનું આયોજન કરેલ, જેમાં ૨૫૦ ભાઈ-બહેનોએ ભાગ લીધેલ. પ્રથમ પંદરને પુરસ્કાર આપેલ છે.
- રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન
Jain Education Inter
S નો ર
ધનમ, શાન એવા (a)Kancheep bobe) (38
176
જ્ઞાનામૃત ભક્તિ મહોત્સવના પ્રારંભની વેળાએ
For Private & Personal Use Only
જૂના કોબામાં નિઃશુલ્ક છાશકેન્દ્ર ચાર મહિના - ફેબ્રુઆરીથી મે દરમ્યાન ચલાવેલ.
બે રક્તદાન શિબિરોનું આયોજન કરેલ છે.
સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલાં પુસ્તકોની તેમજ સ્વાધ્યાય-ભક્તિની ઑડિયો-વિડિયો કૅસેટ્સ તથા સી.ડી. પચાસ ટકા વળતરથી ઉપલબ્ધ.
‘દિવ્યધ્વનિ’ના અંકો, ‘પ્રાર્થના’, ‘સંસ્કાર', દિવાળી પુસ્તિકા, અંગ્રેજી દિવાળી પુસ્તિકા (Path to Righteousness), સંત સૌરભ વિશેષાંક તથા ‘હિરદે મેં પ્રભુ આપ’ ગ્રંથનું પ્રકાશન કરેલ છે. ભક્તિ-સત્સંગ, નિઃશુલ્ક ભોજનશાળા, પ્રભુજીની સેવા-પૂજા-આરતી, વિદ્વાનોના સ્વાધ્યાય, ગુરુપૂર્ણિમા, પર્યુષણ, દિવાળી અને ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં યોજાતી શિબિરો અને હિમાલયનાં તીર્થધામોની યાત્રા પણ સારી રીતે ઊજવાયાં છે.
પ્રભુ-ગુરુની કૃપાથી આ સાત્ત્વિક અને તાત્ત્વિક સાધના દ્વારા વિશેષ સ્વ-પરકલ્યાણનો સંકલ્પ કરીને સૌ સંત-ધર્માત્માઓ, મુમુક્ષુઓ, દાતારો અને અન્ય સહયોગીઓનો આભાર માની વિરમીએ છીએ. ૐ શાંતિઃ
www.jainelibrary.org