________________
જીવન જીવતા. તેમને છેલ્લા થોડા મહિનાથી Leukemiaની બીમારી લાગુ પડી હતી. છેલ્લા ત્રણેક દિવસ તેમની તબિયત નાજુક હતી; તેથી તેમનાં કુટુંબીજનોને પૂજ્યશ્રીને પોતાના નિવાસસ્થાને બોલાવવાનું કહ્યું. પૂજ્યશ્રી બેત્રણ મુમુક્ષુઓ સાથે તેમના ઘેર ગયા તે જ વખતે તેમણે પોતાનાં કુટુંબીજનોને સ્પષ્ટપણે કોબા લઈ જવા આગ્રહ કર્યો અને પૂજ્યશ્રીની સાથે કોબા આશ્રમમાં આવ્યા. છેલ્લા લગભગ ૨૪ કલાક ભક્તિભાવમાં ગાળ્યા અને પ્રભુસ્મરણપૂર્વક તા. ૨૨-૧-૦૪ ના રોજ શાંતિપૂર્વક દેહ છોડ્યો. તેમના સુપુત્ર શ્રી નલિનભાઈ તથા ધર્મપત્ની શ્રી સુનંદાબહેન અવારનવાર કોબા લાભ લે છે.
સંસ્થાનો રજત જયંતિ મહોત્સવ
તા. ૯-૫-૧૯૭૫ના
રોજ ‘શ્રી સત્કૃત-સેવા-સાધના કેન્દ્ર'ના નામે મંગળ પ્રારંભ થયેલી સંસ્થા પછીથી ‘શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર'ના નામે કોબા ખાતે
રૂપાંતરિત થઈ; જેનો પંચદિવસીય રજતજયંતિ મહોત્સવ ડિસેમ્બર ૨૦૦૦માં અનેક સંતો, વિદ્વાનો, અગ્રગણ્ય નાગરિકો, અનેક મહાનુભાવો સહિત ગુજરાતના રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં અતિ ઉલ્લાાાભ૨ વાતાવરણમાં ઊજવવામાં આવ્યો હતો.
આ પ્રસંગને સમાજનું ઋણ અદા કરવાનો સુઅવસર જાણીને, તે ઊજવણીના એક ભાગરૂપે, જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં જેમણે પ્રકાશ પાથરીને
શ્રીમદ્દ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર
રજત જયંતી વર્ષ
AAT
વય છે. ધોવા ન
174
રજતજયંતિના સ્ટેજ પર સંતો
શ્રીમદ રાજયંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર
રજત જયંતી વર્ષ
રજતજયંતિના સ્ટેજ પર મહાનુભાવો
વિશિષ્ટ યોગદાન આપ્યું હોય તેવા વિશિષ્ટ મહાનુભાવો પ્રત્યે સમાજનું લક્ષ જાય અને તેમનું ગૌરવ વધતા નવી પેઢીને પણ તેવાં સત્કાર્યો કરવાનું પ્રોત્સાહન મળે, એવું વૈવિધ્યપૂર્ણ અને જીવનનાં અનેક ક્ષેત્રોને આવરી લેતું આયોજન નક્કી થયું. આ વર્ષ એટલે ઈ.સ. ૨૦૦૦ની સાલ.
ainelibrary.or