________________
અમેરિકામાં
ધર્મપ્રભાવના
પ્રાસ્તાવિક :
૧૯૮૪ માં સંસ્થાના ટ્રસ્ટી અને હિતેચ્છુ લીંબડીવાળા મુ. શ્રી વિનુભાઈ ડગલીએ તેમના સુપુત્ર શ્રી ડૉ. હેમંતભાઈના સાળા અને લોસ એન્જલસમાં રહેતા મુમુક્ષુ ભાઈશ્રી મહેન્દ્રભાઈ અને વીણાબહેન ખંધારનો પૂજ્ય શ્રી, સાથે પરિચય કરાવીને, મહેન્દ્રભાઈને “વીતરાગવાણી”ની ૨૧ કેસેટનો સેટ આપ્યો. પૂજ્યશ્રીનો કાંઇ વિશેષ પરિચય મહેન્દ્રભાઈને હતો નહીં પણ કોબામાં તેમના સ્વાધ્યાય સાંભળ્યા તે ઘણા ગમ્યા હતા. વિશેષ તો L.A. પાછા ગયા પછી “વીતરાગવાણી” સાંભળીને અત્યંત પ્રભાવિત થયા. ૧૯૮૬માં જ્યારે તેઓ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે સાહેબજીને અમેરિકા આવીને સ્વાધ્યાય-સત્સંગનો લાભ આપવા વિનંતી કરી. ૧૯૮૪ની લંડન-નૈરોબીની ધર્મયાત્રાના સુંદર પરિણામ પછી પૂજયશ્રીએ મહેન્દ્રભાઈ-વીણાબહેન સાથે વિચાર-વિનિમય કરીને આવતા વર્ષે ૧૯૮૭માં અમેરિકા આવશે તેમ કહ્યું. સાહેબજી સાથે ત્રણ-ચાર મિટિંગોમાં અમેરિકા-કેનેડાની ધર્મયાત્રાનું આયોજન કરીને માળખું તૈયાર કર્યું. ક્યારે આવવું, ક્યો રૂટ, કઈ જગ્યાએ, કેટલા દિવસ, કયા વિષય, સ્વાધ્યાય-શિબિર-ધર્મવાર્તાભક્તિ વગેરેની પ્રાથમિક રૂપરેખા તૈયાર કરી.
| L.A. પાછા ગયા પછી લગભગ એક વર્ષ સુધી પદ્ધતિસર તપાસ – પ્લાનિંગ કરીને અમેરિકા-કેનેડાના આશરે ૪૦ જેટલાં જૈન સેંટર-સોસાયટીના સંપર્ક કરીને દરેકને પહેલા ફોન કર્યા, પછી પત્રો લખ્યા, પછી સાહેબજીની ઑડિયો
વીતરાગવાણી” કેસેટ મોકલી, પછી પુ.શ્રીની વિડિયો કૅસેટ મોકલી, પછી સાહેબજીનો પ્રાથમિક પ્રોગ્રામ મોકલીને તેમની અનુકૂળતા-પ્રતિભાવ પુછાવ્યા, પછી પ્રોગ્રામ મોકલીને ફાઇનલ કરીને દરેકને મોકલી આપ્યા. પ્રભુકૃપા અને ગુરુના આશીર્વાદ બધું સહેલાઈથી ગોઠવાતું ગયું.
આ કામમાં મહેન્દ્રભાઈને L.A.માં રહેતા સિનિયર મુમુક્ષુ શ્રી ગિરીશભાઈ બી. શાહ અને સુશીલાબહેનનું માર્ગદર્શન અને પૂરો સહકાર પહેલેથી હતાં. ન્યૂયૉર્ક રહેતા મુમુક્ષુ પ્રફુલભાઈ-સુધાબહેન લાખાણીનો પણ સારો સહકાર હતો. સાહેબજીની વિદેશયાત્રાની તમામ જવાબદારી મહેન્દ્રભાઈ – ગિરીશભાઈ – પ્રફુલભાઈએ સંભાળેલ. નૉર્થ કેરોલીનામાં રહેતા શ્રી પ્રવીણભાઈ કે. શાહે પણ સહકાર આપેલ. આ રીતે અમેરિકા વસતા મુમુક્ષુઓના પુણ્યોદયે પૂજયશ્રીની ધર્મયાત્રાની સુંદર તૈયારી થઈ. બધાનો ઉલ્લાસ અને સહકાર પ્રશંસનીય હતાં. શાસનદેવની કપાથી આજ સુધીમાં સાહેબજીએ અમેરિકાની ધર્મયાત્રા છ વખત કરીને મહાન ધર્મપ્રભાવના કરી. અનેક મુમુક્ષુઓને અધ્યાત્મ માટેનું બળ અને પ્રેરણા આપ્યાં. ઘણા મુમુક્ષુઓને સાહેબજીનો વિશેષ પરિચય થતાં, ભારતની મુલાકાતે આવે ત્યારે કોબા સત્સંગ-સ્વાધ્યાયનો લાભ લેતા થયા અને ‘દિવ્યધ્વનિ' (કોબા આશ્રમથી પ્રગટ થતું આધ્યાત્મિક છતાં રોજબરોજના જીવનમાં ઉપયોગી માસિક)ના ગ્રાહક બન્યા. કેટલાક તો કોબા આશ્રમમાં પોતાની સાધનાકુટિર બનાવીને દર વર્ષે ૨-૪ કે ૬ માસ આવતા-રહેતા થયા. (મહેન્દ્રભાઈ-વીણાબહેન ખંધાર, કિશોરભાઈ-ઉષાબહેન શેઠ, જયંતીભાઈ-પુષ્પાબહેન શાહ, પ્રફુલભાઈ-સુધાબહેન લાખાણી, પ્રવીણભાઈ-ભારતીબહેન મહેતા વગેરે). અમેરિકામાં પણ ઘણાં સ્વાધ્યાય-સત્સંગ નિયમિત શરૂ થયાં અને જ્યાં ચાલતા હતાં, ત્યાં વિશેષ માર્ગદર્શન-પ્રેરણા મળ્યાં. જૈન
178
મેરિકામાં ધર્મપભાવના રામેરિકામાં ધર્મપ્રભાવકના
પરિ મા દાર્થપ્રભાવતા
અમેરિકામાં કિfa de