________________
પૂજ્યશ્રીની સર્વ જીવો પ્રત્યેની વાત્સલ્યદૃષ્ટિ, કરુણામય અભિગમ બહુ ઓછા આધ્યાત્મિક સાધકોમાં જોવા મળે છે. તેઓશ્રીના ઉદાર અભિગમને કારણે સાધના કેન્દ્રમાં વિવિધ વક્તાઓ, સંતો, જ્ઞાનીપુરુષો તથા નિષ્ણાતોને સાંભળવાની તક મળી.
શ્રી મનસુખભાઈ બારોટ, પાલિતાણા
ખાસ કરીને પરમ પૂજ્ય ગુરુદેવશ્રી(આત્માનંદજી)ની પ્રેરણાથી જીવનમાં પ્રાર્થના, પૂજા અને સતત પ્રભુસ્મરણ દ્વારા આત્મસ્મરણની ભૂમિકા સુધીનું સમ્યકુબળ મળ્યું. સાદી, સરળ અને છતાં અસરકારક અધ્યાત્મવાણીની સત્યનિરૂપણ શૈલી અત્યંત અસરકારી થતાં પરમપૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યે અત્યંત ભક્તિભાવ ઊપજ્યો. અંતઃકરણ ઝૂકી ગયું.
આ દેહધારીનું જીવન એક અણઘડ પથ્થર જેવું જ હતું, તેમાંથી મુમુક્ષુ-ભક્ત-સાધક જેવું પવિત્ર જીવન બક્યું અને ધન્ય ધન્ય કરી દીધો.
પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના માર્ગદર્શનથી અર્થહીન વ્યવહારો-ઔપચારિક સંબંધોમાં અંતરથી અરુચિ આવી અને ગુણિયલજનો પ્રત્યે અહોભાવ ઊપજયો.
શ્રી શિલ્પાબહેન મહેતા, વડોદરા
પૂ. સાહેબજીના સત્સંગની મારા મન ઉપર, જીવન ઉપર ઘણી ઊંડી છાપ છે.
‘જે સ્વાદ જીભ નીચે ગયા પછી આવવાનો નથી તે માટે અનંતકાય હિંસા યોગ્ય નથી' – આ વાત અંતમાં બેસી ગઈ અને કંદમૂળ જીવનપર્યત છૂટી ગયું.
સાહેબજી, જે મારા સદ્દગુરુ - સદેહે પરમાત્મા છે, તેમનાં આજ્ઞાપાલન, ભક્તિ જ મારા જીવનમાં દઢ બને તેવી પ્રાર્થના સાથે વિરમું છું.
શ્રી કમલેશભાઈ શેઠ, બડવાની (મ. પ્રદેશ)
મારાં માતુશ્રી (મંગળાબહેન શેઠ) કોબામાં પૂજ્યશ્રીની સેવામાં ૧૯ વર્ષથી છે. પૂજ્યશ્રીના અદ્ભુત વ્યક્તિત્વ અને ગુણો વિષે માતુશ્રી પાસેથી જાણીને હું ઘણો પ્રભાવિત થયો હતો.
લગભગ ૧૫ વર્ષ પહેલાં કોબામાં મને પૂજ્યશ્રીનાં દર્શનનો લાભ મળ્યો. જેમ જેમ તેઓશ્રીનો સમાગમ વધતો ગયો તેમ તેમ તેમના પ્રત્યેનો મારો પૂજ્યભાવ વધતો ગયો અને થોડાં વર્ષોમાં તેઓશ્રીને મેં હૃદયમાં મારા સગુરુ તરીકે વસાવી દીધા.
પૂજયશ્રીની સેવાનો લાભ લેવા માટે હું હંમેશાં પ્રયત્નશીલ રહું છું. ગુરુકૃપાથી ધર્મ પ્રત્યેની મારી રુચિ વધતી જાય છે અને જીવનમાં શાંતિ અનુભવાય છે.
દર વર્ષે લગભગ ત્રીસ દિવસ કોબામાં સેવા-ભક્તિનો લાભ લઉં છું.
For Private
Percorse only
www.jainelibrary.org