________________
મુનિશ્રી સમંતભદ્ર મહારાજની પ્રેરણાહુતિ ભળી અને તેથી પ્રેરાઈને પૂજ્યશ્રીના પરમ પાવન સાન્નિધ્યમાં ‘વિદ્યા-ભક્તિ-આનંદધામ ગુરુકુળ'ની સ્થાપના તા. ૧-૬-૧૯૯૪ના રોજ દશ બાળકોથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને અન્ય આધુનિક સુવિધાઓ સારી રીતે ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી સંસ્થામાં અતિ સુંદર નૂતન ગુરુકુળના સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે જે આશરે ૮000 ચો. ફૂટનું બનેલું છે. રહેવાના સુંદર કમરાઓ, યોગાસન-વ્યાયામની તાલીમ માટે વિશાળ પ્રાંગણ, અભ્યાસખંડ, પુસ્તકાલય, કોમ્યુટરની સુવિધાથી સુસજ્જ છે. આ નૂતન ગુરુકુળનો ઉદ્દઘાટન સમારોહ તા. ૨૧-૭૨૦૦૫ના ગુરુપૂર્ણિમાના શુભદિને, મહાત્મા ગાંધીજીના પરમ અનુયાયી
નવનિર્મિત વિધા-ભક્તિ-આનંદધામ ગુરુકુળ અને ગૂજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર આદ. શ્રી ગોવિંદભાઈ રાવલ, જે. બી. કેમિકલ્સફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના પરમ ભક્ત દાનવીર શ્રી જ્યોતીન્દ્રભાઈ મોદી, પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ, આદ. શ્રી દિનેશભાઈ મોદી, આદ.શ્રી જશુભાઈ શાહ, આદ.શ્રી શ્વેતાબહેન શાહ, આદ.શ્રી પ્રવીણભાઈ પટેલ અને તેમનાં પત્નીશ્રી મંજુબહેન (યુ.એસ.એ.), જાણીતા ઉદ્યોગપતિ આદ, શ્રી જયેન્દ્રભાઈ ખારાવાલા વગેરે મહાનુભાવોની પ્રભાવક ઉપસ્થિતિમાં સંપન્ન થયેલ.
અહીં પ૬ વિદ્યાર્થીઓ નિવાસી તરીકે રહીને પોતાનું જીવનઘડતર કરે છે. આ કાર્યમાં સર્વશ્રી નરેશભાઈ પટેલ, ઉષાબહેન શેઠ અને જયેન્દ્રભાઈ બેંકર આદિ મહાનુભાવો સક્રિય રસ લઈને, તેને નવા જમાના સાથે તાલમેલ મેળવી શકે તેવું બનાવવા માટે ખૂબ પ્રશંસનીય પ્રયત્નો કરી રહ્યા છે. ગુજરાત સરકારના શિક્ષણાધિકારીઓ અને રખિયાલના શિક્ષણવિદ્ શ્રી રામજીભાઈ એચ. પટેલ પણ આ પ્રવૃત્તિને વિકસાવવામાં પ્રેરણા અને સહયોગ આપી રહ્યા છે. આ પ્રવૃત્તિઓમાં સમાજહિતૈષીઓ, આપણી સંસ્કૃતિના પ્રહરીઓ તેમજ પ્રશંસકો અને શિક્ષણપ્રેમીઓ પોતાનો વિશેષ સહયોગ આપતા રહેશે તેવી આશા અસ્થાને નહીં ગણાય.
આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓના જીવનમાં ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનું જતન અને સંવર્ધન થાય તેવો પ્રયત્ન કરવામાં આવે છે. સ્વચ્છતા, સ્વાશ્રય, સાદાઈ, સાત્ત્વિક અને આધ્યાત્મિક વાચન, ભગવાનની આરતી-પૂજાપ્રક્ષાલ, માતા-પિતા પ્રત્યે અને કુટુંબીજનો પ્રત્યે આદરભાવ અને સેવાભાવ, રાષ્ટ્રપ્રેમ તેમજ પરમાત્મા-સંતોની ભક્તિ પ્રત્યે સાવધાન રહેવાનો અભ્યાસ કરાવવામાં આવે છે.
બહારગામના પ્રવાસો દ્વારા તેમનું જ્ઞાન વધે અને પ્રસન્નતા પ્રાર્થના કરતા ગુરુકુળના વિદ્યાર્થીઓ
વધે તેવા પ્રયત્નો પણ થાય છે.
Pa