________________
શ્રી દીનાબહેન પંચમિયા, મુંબઈ - પરમાત્માને ખૂબ ખૂબ ભાવથી વિનંતી કરું છું કે અમારા પૂ. ગુરુજીના સમકિતરૂપી ઘેઘૂર વડલાની છાયા અમને દીર્ઘકાળ પર્યત પ્રાપ્ત થાય અને મારા પૂ. ગુરુજીની જ્ઞાનગંગામાંથી વહેતાં શાંત-શીતળતાથી ભરપૂર નીર અમારા સર્વ સંતાપ અને અજ્ઞાન દૂર કરે એ જ પરમાત્માને પ્રાર્થના.
શ્રી રેખાબહેન અને શ્રી સુરેન્દ્રભાઈ શાહ, અમદાવાદ | અમારા અનુભવથી કહીએ છીએ કે અમારું મન જયારે જયારે અશાંત હોય છે ત્યારે અમારા ગુરુજીની (આત્માનંદજીની) મુખમુદ્રાને યાદ કરવાથી અપૂર્વ શાંતિ મળે છે. તેઓ જ્યારે જ્યારે સ્વાધ્યાય કરતા હોય ત્યારે જાણે વાત્સલ્યની મૂર્તિ નજરે ચડે છે.
અમારી દૃષ્ટિએ પૂજ્યશ્રીના વિશેષ ગુણો જાણવાથી, અમારા બન્નેના જીવનમાં ધર્મ અને આધ્યાત્મિકતા અંગેની ગેરસમજ દૂર થવાથી, તેમના પ્રત્યેનો અમારો અહોભાવ વધી ગયો છે.
શ્રી મનહરલાલ મહેતા, પૂના
મહાવીરનો સંદેશ ફક્ત જૈનો પૂરતો મર્યાદિત ન રહેતાં, વિશ્વના ઘણાં મનુષ્યો સુધી વિસ્તરે તે પૂ. સાહેબની અંદરની લાગણી છે. તેને અનુરૂપ તેઓ સાચું માર્ગદર્શન આપે છે. પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ અને નાના માણસો પ્રત્યેની સમાનતા એ પૂજ્યશ્રીનો મહામંત્ર છે.
કોઈ બીજા પંથના સંતો પ્રત્યે પણ તેમના મોઢેથી ક્યારેય પણ અઘટિત શબ્દો નીકળતા નથી. સહુને અનુરૂપ તેઓ સાચું માર્ગદર્શન આપે છે. શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે અનન્ય ભક્તિભાવ તેમનાં વાણી-વર્તનમાં ઝળકે છે.
શ્રી એસ. કે. કડીકર
કોબા આશ્રમ, આશ્રમવાસીઓ અને કર્મચારીગણ આપનાં સ્વપ્ન સાકાર થતા જોઈ રહ્યા છે. પૂ. વિવેકાનંદજી તથા પૂ. વીરચંદભાઈ ગાંધી પછી કોબાના શ્રદ્ધેય શ્રી આત્માનંદજીનું નામ પણ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે, એમ મને લાગે છે.
eતા
હa
169 .
169,
walbe