________________
સંદેશની મારા હૃદયમાં ઊંડી છાપ પડી ગઈ છે.
તેમના તરફથી દરેકને આદર અને જિજ્ઞાસુને સમાધાન મળે છે. તેમના સરળતા, સહજતા અને નમ્રતા દરેકને સ્પર્શી જાય છે.
તેમનાં સૂત્રો “ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે” અને “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું” મને સતત જાગ્રત રાખે છે કે “હે જીવ! તું અભિમાન ન કર.”
શ્રી અરવિંદભાઈ પ્રજાપતિ, લક્ષ્મીપુરા (જિ. સાબરકાંઠા)
પૂજયશ્રી આત્માનંદજીને હું મારા સગુરુદેવ માનું છું. જોકે તેમનું કહેવું હું બધું જ કરતો નથી કે કરી શકતો નથી, નહિ તો આ વિરલા સંતમાં એ તાકાત છે કે જરૂર એમનો રંગ આપણને ચઢાવી દે. મેં મારા તમામ દોષોની ગુરુજી સમક્ષ લેખિતમાં કબૂલાત કરી હતી અને ત્યારબાદ ગુરુજીએ મુજ પામરને યોગ્ય બનાવવા જે મહેનત કરી છે તે કયા શબ્દોમાં કહું? પૂજયશ્રી આત્માનંદજીના સંપર્કમાં વધુ ને વધુ રહેવાનું થશે તો ભલે કદાચ આત્મજ્ઞાની ના થઈ શકું પરંતુ આ દેહ છોડતાં પહેલાં એક સજ્જન બનવાનો આનંદ લેવાથી મને કોઈ નહિ રોકી શકે.
શ્રી પ્રવીણભાઈ દેસાઈ, અમદાવાદ
ધર્મ એટલે શું? અને તે કેવી રીતે પમાય?” તે આપશ્રી (પૂ. આત્માનંદજી)ના અનુભવના આધારે તેમજ આપે આપેલી સમજના આધારે અને પૂર્વ આચાર્યોના આધારે મને સમજ પ્રાપ્ત થઈતે આપનો મારા ઉપર મહાન ઉપકાર છે.
આપશ્રીની સાથે ૧૦ વર્ષ સુધી સતત રહેવાને કારણે સેવા, ભક્તિ, વિનય, વિવેકાદિ ગુણો સમજ્યો અને મારી યોગ્યતા અનુસાર કંઈક અંશે જીવનમાં આપશ્રીની કૃપાથી પામ્યો; જેને કારણે મારા જીવનનું ધ્યેય ફરી ગયું અને સદ્વિચાર, સદાચાર અને સત્સંગ કંઈક અંશે પામ્યો અને આજે પણ તેમાં રહેવાનો પુરુષાર્થ રાખી રહ્યો છું.
શ્રી જયાબહેન સોમચંદભાઈ શાહ, નૈરોબી
મારા પતિશ્રીના (સોમચંદભાઈના) દેહત્યાગ પ્રસંગે તે જીવની છેલ્લી સ્થિતિ યાદ કરતાં ચોક્કસ પ્રતીતિ થઈ કે જાણે તેમણે સાવ જ મોહભાવ ત્યાગી દીધો છે. આવી સમતા તે સત્સંગનું જ ફળ હોવાની મને ખાતરી થઈ.
આજ દિવસ પર્વત પૂજ્યશ્રીની કૃપા મારા પર અત્યંત રહી છે અને અવારનવાર તેમની પ્રેરણા મને આધ્યાત્મિક માર્ગે આગળ વધારી રહી છે. આવા દુષમકાળમાં આવા સંતોની પ્રેરણા મીઠી વીરડી સમાન છે.
પૂજ્યશ્રીના માર્ગદર્શન વડે ભક્તિ, સ્વાધ્યાય, વાચન તથા વિચારણાથી સમજણનો ઘણો જ વિકાસ થયો. સંસારનાં વ્યવહારિક કાર્યો આજે પણ પૂર્ણપણે નિભાવતા છતાં અંદરથી સમતા તથા અલિપ્ત ભાવો ઠીક ઠીક અંશે અનુભવાય છે.
શ્રી મથુરભાઈ બારાઈ, રાજકોટ
પૂજ્યશ્રીના પરિચય બાદ જીવનસુધારણાની નવી દિશા જાણવા મળી. તેઓશ્રીના સાન્નિધ્યથી ધીમે ધીમે સમજાતું ગયું કે સાધનાનો માર્ગ લાંબો છે. ધીરજ રાખીને યોગ્ય માર્ગદર્શન દ્વારા આગળ વધીએ તો સફળતા મળે.
166.