________________
શ્રી નીતિનભાઈ પારેખ, મુંબઈ
પૂજ્યશ્રીનો પ્રથમ પરિચય-સત્સંગ ઈ.સ. ૧૯૮૮માં કોબા મુકામે થવાથી જીવનના ધ્યેયમાં બદલાવ આવ્યો. પહેલા જીવનનું ધ્યેય હતું – ભૌતિક સુખની પ્રાપ્તિ અને એક સમજદાર ભારતીય નાગરિક તરીકેનું જીવન જીવવું; પરંતુ પૂજ્ય ગુરુદેવના સત્સંગથી જીવનના ધ્યેયમાં પરિવર્તન આવ્યું. જીવનની સફળતા આત્મજ્ઞાનની પ્રાપ્તિથી છે અને તે માટે સાચા મુમુક્ષુ બનવું જરૂરી છે એમ સમજાયું અને તે માટેનો પુરુષાર્થ તેઓશ્રીની આજ્ઞા મુજબ કરી રહ્યો છું.
આત્મજ્ઞાની સંતના ગુણોનું વર્ણન કરવાની શક્તિ આ દેહધારીમાં નથી છતાં પણ મારા જીવનમાં જે છાપ પડી છે તે જણાવવા પ્રયત્ન કરું છું. સમતા, નિઃસ્પૃહતા, શાંતદશા, બાળક જેવા નિર્દોષ, અત્યંત વાત્સલ્યની મૂર્તિ, નિંદકને પણ સહજ શાંતભાવે સાંભળવાની શક્તિ, સ્વાધ્યાય કરે ત્યારે આત્માની ખુમારીવાળો સત્સંગ, ભક્તહૃદયી, શિસ્તબદ્ધ જીવન જીવવાવાળા, પોતાના આદર્શોમાં અડગ, માતાથી પણ વધારે સ્નેહ વરસાવનાર, અત્યંત વિનમ્ર, ભગવાનની અનેકાંતમય વાણીને સમજનાર અને સમજાવનાર, આસનસિદ્ધિને પ્રાપ્ત વગેરે અનેક ગુણો તેમના જીવનમાં જોઈ શકાય છે અને તે ગુણો મારા જીવનમાં એક છાપ પાડી જાય છે. પરંતુ ખરી છાપ તો ત્યારે પડી કહેવાય કે આવા ગુણો મારા જીવનમાં પણ વિકાસ પામે, જે માટે હું પ્રમાણિકપણે પ્રયત્નશીલ છું.
શ્રી ભારતીબહેન કારાણી, મુંબઈ
પૂજયશ્રીની દિવ્ય અનુભવવાણી એટલે જાણે સાક્ષાત્ સરસ્વતી. ઘણાં શાસ્ત્રોનો નિચોડ, તેમની સૌમ્ય પ્રસન્ન મુદ્રા, વાત્સલ્યસભર નયનો જોઈને હૃદય દોડીને તેમના ચરણોમાં ઝૂકી જાય છે. સંસારની અસારતાનું અને પોતાની લઘુતાનું ભાન થયું. પ્રભુ-ગુરુ-ધર્મ પ્રત્યે વિનય-ભક્તિ વધ્યાં. સત્ય શું છે તે સમજાયું. ‘હું કોણ છું ? હું દેહાદિથી ભિન્ન શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યસ્વરૂપ એવો આત્મા છું' - એવું સૌ પ્રથમ ગુરુદેવના મુખે શ્રવણ કરતાં અંતરમાં ચિંતનની ધારા ચાલી. અંતરથી પોકાર થયો કે રાત્રિનો અંધકાર ગયો અને સૂરજ પ્રકાશ્યો છે. આ જ સાચા સપુરુષ છે અને તેમના દ્વારા જ મારા જન્મમરણના ફેરા ટળશે. તેમની આજ્ઞા પ્રમાણે નિયમિત સત્સંગ, ભક્તિ, પ્રાર્થના કરતાં અસત્સંગ, અસ...સંગ ઓછા થયા છે.
આત્મલક્ષની કળા તેઓશ્રીએ શિખવાડી છે.
શ્રી અરવિંદભાઈ કારાણી, મુંબઈ
પૂજ્યશ્રી સાથેની મુલાકાતથી અને એમના સત્સંગથી ક્યારે પણ ન સાંભળેલી અમૃત વાણી મળી. આ જ સત્ય છે એમ લાગ્યું. સ્વકલ્યાણની ભાવના વિશેષ દૃઢ થઈ. ‘સપ્તવ્યસન’નો નિયમ લઈ, એમની આજ્ઞાનું આરાધન કરવાની શરૂઆત થઈ.
સર્વ જીવો માટેનો પ્રેમ, મૈત્રી, કરુણા, દયા, સરળતા, હૃદયની વિશાળતા, કોઈ પણ વસ્તુને અનેકાંતથી સ્વીકારવાની અને આચરણમાં મૂકવાની કળા, ગુણીજનોનો આદર-એવા અનેક ગુણોના ભંડાર એવા પૂજયશ્રી હંમેશને માટે અમને યાદ રહેશે. એમના જેવા થઈએ એવી પ્રભુ પાસે પ્રાર્થના.
veી
હતી'' 1600 કાળ,