________________
સાહેબજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા, “આ શું થઈ રહ્યું છે ??” જાણે બીજા પદાર્થમાં કાંઈ થતું હોય તેવા તેઓશ્રીના ભાવ જણાતા હતા અને ૐના સ્મરણ-ઉચ્ચારણ સહિત એકદમ બેભાન થઇ ગયા. તે દરમિયાન એકાએક લાઇટ પણ જતી રહી હતી. પૂજયશ્રીની પાસે સતત મંત્રજાપ ચાલુ કરી દીધા હતા. ડૉક્ટરને પણ બોલાવી લીધા હતા અને તેઓએ ધીરજ અને શાંતિ રાખવાનું કહ્યું અને વિશ્વાસ સાથે કહ્યું કે, જરૂરથી ચાર વાગ્યે ભાનમાં આવી જશે.
- પરોઢિયે ૪ વાગે ગુરુજીના શરીરમાં જાણે ચેતનાનો સંચાર થયો અને ૐના ઉચ્ચાર સાથે બધાની સામે જોવા લાગ્યા. તેઓશ્રીના મુખ પર સહેજ પણ હર્ષ-શોક કે ગ્લાનિ જણાતાં ન હતાં.
તેમના જીવનમાં સતત નામ-સ્મરણ, ડુંૐ, “હું આત્મા છું’ રહેતું હતું – રહે છે. આના પ્રભાવથી અમારા જીવનમાં પણ પ્રભુ-સ્મરણ, સદ્ગુરુ-સ્મરણ અને તેમની દિવ્ય વાણી વારંવાર યાદ આવી જાય છે. અમારા ઉપર મહાન ઉપકાર છે કે જે હું ભવોભવ ભૂલીશ નહીં. સદ્દગુરુ સિવાય પરમાર્થમાર્ગ કોણ બતાવે?
શ્રી શંકરચંદભાઈ વખારિયા, અમદાવાદ
મને જણાવતાં હર્ષ થાય છે કે પૂજ્ય આત્માનંદજી સાથેનો મારો પરિચય લગભગ ૫૦ વર્ષનો છે. જ્યારે પ્રથમ વખત પૂજ્યશ્રીને મળ્યો ત્યારે તેઓનો પ્રભાવ મારા પર પડ્યો. પૂજ્યશ્રીમાં વૈરાગ્યની ઉત્કૃષ્ટ ભાવના હતી. મેડિકલનો અભ્યાસ કરવા છતાં ધર્મ પ્રત્યેની તેઓની ઉચ્ચ ભાવના દેખાતી હતી. પૂજ્યશ્રીમાં આત્મકલ્યાણ અને સર્વ જીવોના કલ્યાણના ઉત્કૃષ્ટ ‘ભાવ' રહ્યા છે, જેને કારણે તેઓશ્રીએ અનેક આધ્યાત્મિક શિબિરોનું અને તીર્થયાત્રાઓનું આયોજન કરી વીતરાગધર્મની પ્રભાવના કરી. અનેક વિચારકો, જિજ્ઞાસુઓનો સાથ-સહકાર મળતાં ‘શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (કોબા)નાં બીજ રોપાયાં; જેનાં મીઠાં ફળોનો આપણે અનુભવ કરી રહ્યા છીએ. પૂ. આત્માનંદજી એટલે સરળ સ્વભાવ તથા વૈરાગ્યયુક્ત જીવનશૈલીની જીવંત મૂર્તિ. પૂજયશ્રીના સત્સમાગમથી મારા જીવનમાં ઘણા લાભ થયા છે. અંતે પૂજ્યશ્રી દ્વારા ઘણા જીવોનું કલ્યાણ થાય, પૂજ્યશ્રીની મોક્ષયાત્રા નિર્વિઘ્ન ત્વરાથી પૂર્ણ થાય તેવી પરમાત્માને પ્રાર્થના કરું છું.
વાચની રચિ વધી
શ્રી શિરીષભાઈ મહેતા, કોબા
ઈ. સ. ૧૯૯૫ થી પૂજ્યશ્રીના અલૌકિક વ્યક્તિત્વના પરિચયથી અને તેમનાં અમૃતવચનોથી મારી ધર્મ પ્રત્યેની રુચિ વધી. - ઈ. સ. ૨૦૦૪માં મારાં ધર્મપત્ની પદ્માબહેનના દેહવિલય પછી મને લખીને આપેલા બોધથી, આવા કસોટીના સમયે મને ઘણું સાંત્વન મળ્યું. મારી વિચારધારામાં અપૂર્વ પરિવર્તન આવ્યું અને પૂજયશ્રી પ્રત્યેનો મારો પૂજયભાવ દેઢ થયો.
હવે પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં અને તેમના માર્ગદર્શન પ્રમાણે મારું શેષ જીવન માત્ર આત્મહિત માટે વ્યતીત કરવાની દઢ ભાવના છે.
For